કાંદાના ભાવમાં ધરખમ ઘટાડાને પરિણામે ખેડૂતોએ રૂ.4,2૦૦ કરોડનું નુકસાન વેઠવું પડયું છે. કેન્દ્રના કૃષિમંત્રાલયના એક રિપોર્ટમાં આ માહિતી જાણવા મળી છે. એગ્રિકલ્ચર માર્કેટ પ્રોડયૂસ કમિટી (એએમપીસી) દ્વારા જાન્યુઆરીમાં 13.22 લાખ ટન કાંદાનું વેચાણ ટન દીઠ રૂ.13,760ના ભાવે કરવામાં આવ્યું હતું. આ પહેલાં ડિસેમ્બરમાં 11.1૦ લાખ ટન કાંદાનું વેચાણ ટન દીઠ રૂ.13,310ના ભાવે કરવામાં આવ્યું હતું. દેશના અંદાજે 3૦ ટકા કાંદાનું ઉત્પાદન કરનારા મહારાષ્ટ્ર રાજ્યમાં ખેડૂતોને કાંદા પાણીના મૂલે વેચવા પડયા હતા.

એક તબક્કે તો કાંદાનું વેચાણ ટન દીઠ રૂ.5,180ના ભાવે થયું હતું. જે ગયા વર્ષના ભાવ કરતા 8૦ ટકા ઓછો ભાવ છે. કાંદાના વધુ પડતા ઉત્પાદનને કારણે ભાવમાં ઘટાડો થયો હોવાનું માનવામાં આવે છે. છેલ્લાં પાંચ વર્ષના સરેરાશ ઉત્પાદનની સરખામણીમાં વર્તમાન વર્ષે કાંદાની અંદાજિત આવક 12.48 ટકા વધુ રહી હતી.

કાંદામાં ઘણું નુકસાન વેઠનારા ખેડૂતોને કાંદાના ઉનાળુ પાકમાંથી બહેતર આવક થવાની ધારણા છે કેમકે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતમાં કાંદાનો પાક ઓછો ઊતરવાનો અંદાજ છે. આથી, ખેડૂતોને કાંદાનો સારો ભાવ મળવાની શક્યતા છે.

2018ના ડિસેમ્બરમાં એક પખવાડિયામાં ખેડૂતો દ્વારા કાંદાનો સંગ્રહિત જથ્થો બજારમાં ઉતારવામાં આવ્યો હતો અને વધુ પડતા પુરવઠાને કારણે કાંદાના ભાવ દબાણ હેઠળ હતા. કાંદાના ભાવ કલ્પના બહાર ઘટયા હતા. નીમચનો એક ખેડૂત 15૦૦ કિલો કાંદા માર્કેટમાં વેચવા ગયો હતો. પરંતુ એક કિલોના 5૦ પૈસાનો ભાવ મળતા પોતાની પેદાશ લઈ ઘરભેગા થવાનું તેણે મુનાસિબ માન્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post ડુંગળીએ જગતના તાતને રાતાપાણીએ રોવડાવ્યા, એક કિલોના માત્ર 5૦ પૈસા appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/decreased-onion-prices-farmers-have-lost-millions-of-rupees/
via Best Gujarati News

0 Comments