ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર ફોર્મ ભર્યા પહેલા રોડ શો કરવાના છે, તેને લઇને તડામાર તૈયારીઓ પુરી કરી દેવામાં આવી છે. આજે ભાજપના અમિત શાહ અમદાવાદના ઘાટલોડિયામાં પોતાનું શક્તિ પ્રદર્શન દેખાડશે.

અમદાવાદમાં પોતાના શક્તિ પ્રદર્શનમાં રાજ્યના મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ, ભાજપના હોદ્દેદારો સહિત કાર્યકરો તેમના નિવાસ સ્થાને પહોંચી ગયા છે. ત્યાં અમિત શાહ સાથે બેઠક કરીને ઘણા ઉત્સાહીત દેખાઇ રહ્યા છે. હાલ અમદાવાદ એરપોર્ટ ઉપર પણ નેતાઓનો જમાવડો દેખાઇ રહ્યો છે.

હાલ મળતા અહેવાલ મુજબ અમદાવાદ એરપોર્ટ પર ઉદ્ધવ ઠાકરે પહોંચી ગયા છે. ત્યારબાદ પિયુષ ગોયલ પણ અમદાવાર એરપોર્ટ પર પહોંચી ગયા છે. શાહના રોડ શોમાં એનડીએના દિગ્ગજ નેતાઓ, શિવસેનાના ઉદ્ધવ ઠાકરે, પિયુષ ગોયલ, રામવિલાસ પાસવાન જેવા નેતાઓ પહોંચી ગયા છે, સાથે કેબીનેટ મંત્રી નીતીન ગડકરી, પ્રકાશસિંહ બાદલ પણ અમદાવાર એરપોર્ટ પહોંચી ગયા છે, અને હાલ અમિત શાહના રોડ શોમાં પહોંચી ગયા છે. 

આ સાથે ગૃહમંત્રી રાજનાથસિંહ, નાણા મંત્રી અરુણ જેટલી, કેબીનેટ મંત્રી રામવિલાસ પાસવાન, રેલ મંત્રી પિયુષ ગોયલ, કેબીનેટ મંત્રી નીતીન ગડકરી, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ભાજપના નેતા રામલાલજી પણ રોડ શોમાં હાજર રહેવા પહોંચી ગયા છે.

ત્રણ કલાકના રોડ શોમાં ગૃહમંત્રી રાજેન્દ્રસિંહ, શિવસેના અધ્યક્ષ ઉધ્ધવ ઠાકરે, અકાલીદળના પ્રકાશસિંહ બાદલ સહિતના એનડીએ ઘટકપક્ષોના રાષ્ટ્રીય નેતાઓ સહિત રાજ્યનું મંત્રીમંડળ, ભાજપના હોદ્દેદારો જોડાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post ભાજપના શક્તિ પ્રદર્શનને લઇને અ’વાદ એરપોર્ટ ઉભરાયું, જાણો હાલ ક્યા ક્યા નેતાઓ પહોંચ્યા! appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/loksabha-nomination-file-gandhinagar-road-show-ahmedabad/
via Best Gujarati News

0 Comments