હાર્દિક પટેલને લઇને CM વિજય રૂપાણીએ આપ્યું મહત્વપૂર્ણ નિવેદન, જાણો શું કહ્યું?
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર ફોર્મ ભર્યા પહેલા રોડ શો કરવાના છે. અમદાવાદમાં પોતાના શક્તિ પ્રદર્શનમાં રાજ્યના મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ, ભાજપના હોદ્દેદારો સહિત કાર્યકરો તેમના નિવાસ સ્થાને પહોંચી ગયા છે. ત્યાં અમિત શાહ સાથે બેઠક કરીને ઘણા ઉત્સાહીત દેખાઇ રહ્યા છે. હાલ અમદાવાદ એરપોર્ટ ઉપર પણ નેતાઓનો જમાવડો દેખાઇ રહ્યો છે.
અમિત શાહ જ્યાંથી રોડ શો કરવાના છે, ત્યાં મોટી સંખ્યામાં લોકો, કાર્યકરો અને દિગ્ગજ નેતાઓ પહોંચી ગયા છે. હાલ રાજ્યના CM વિજય રૂપાણી પણ ત્યાં પહોંચી ગયા છે. અને તેમને હાર્દિકને લઇને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમને હાર્દિક પટેલને લઇને જણાવ્યું છે કે, અમે ઇચ્છતા હતા કે હાર્દિક ચૂંટણી લડે, કારણ કે તેની હાર નિશ્ચિત હતી. પરંતુ હાઇકોર્ટે તેને ફટકો આપ્યો છે. હાર્દિકે સમાજનો વિશ્વાસ તોડ્યો છે. તેને સમાજ સાથે ગદ્દારી કરી ભાજપને બદનામ કરવાનું ષડયંત્ર કર્યું છે. હાર્દિકે સમાજના નામે આંદોલન કરી ગદ્દારી કરી છે. રૂપાણીએ હાર્દિકને અલગાવવાદી ગણાવ્યો હતો.
ત્યારબાદ રૂપાણીએ મહેસાણાની સીટને લઇને એક નિવેદન આપ્યું હતું. તેમને કહ્યું કે, મહેસાણા સીટ પરથી નીતિન પટેલને ટિકીટને લઇને કોઇ સવાલ જ નથી. નીતિન પટેલ મહેસાણાની સીટ પરથી ચૂંટણી લડવાના નથી. રૂપાણીના આ નિવેદનથી રાજકારણમાં મહેસાણાની સીટને લઇને જે રાજકારણ ગરમાઇ રહ્યું હતું, તેનો અંત આવ્યો છે.
હાલ મળતા અહેવાલ મુજબ અમદાવાદ એરપોર્ટ પર ઉદ્ધવ ઠાકરે પહોંચી ગયા છે. ત્યારબાદ પિયુષ ગોયલ પણ અમદાવાર એરપોર્ટ પર પહોંચી ગયા છે. શાહના રોડ શોમાં એનડીએના દિગ્ગજ નેતાઓ, શિવસેનાના ઉદ્ધવ ઠાકરે, પિયુષ ગોયલ, રામવિલાસ પાસવાન જેવા નેતાઓ પહોંચી ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post હાર્દિક પટેલને લઇને CM વિજય રૂપાણીએ આપ્યું મહત્વપૂર્ણ નિવેદન, જાણો શું કહ્યું? appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/hardik-patel-gave-an-important-statement-from-the-cm-vijay-rupani/
via Best Gujarati News
0 Comments