ગુજરાતની ગાંધીનગરથી લાલકૃષ્ણ અડવાણીની ટિકીટ કાપી આ વખતે અમિત શાહને ટિકીટ આપવામાં આવી છે, આ સીટ પરથી અડવાણી જીતની સિક્સર ફટકારી ચૂક્યા છે. હવે અડવાણીનું બેટ અમિત શાહે પકડી દીધું છે. 30 વર્ષથી ગાંધીનગર બીજેપીનો ગઢ રહ્યો છે, પરંતુ તેને અભેદ્ય બનાવવામાં અમિત શાહની મોટી ભૂમિકા છે.

23 વર્ષથી તે સીધી રીતે અહીંના ઈન્ચાર્જ રહ્યા છે. જ્યારે અડવાણી ગાંધીનગર સીટ પરથી લડવા આવ્યા તો અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું કે, તમારા માટે આ સીટ માલા સિન્હાના ગાલની જેમ છે.

ગુજરાતની રાજધાની ગાંધીનગર બીજેપીનો અભેદ્ય કિલ્લો છે. 30 વર્ષોથી અહીં કમલ ખિલેલું છે. આ સીટ બીજેપીના દિગ્ગજોને લોકસભામાં મોકલતી રહી છે.

1989માં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ચૂંટાયા હતા, ત્યારબાદ 1991માં લાલકૃષ્ણ અડવાણી, 1996માં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપેયી પણ અહીંથી ચૂંટણી જીતીને ગયા હતા. ત્યારબાદ 1998થી સતત અડવાણી આ સીટ પરથી ચૂંટણી જીતતા રહ્યા છે. પરંતુ અબકી બાર અમિત શાહ મેદાનમાં છે.

1996માં ગાંધીનગર સીટના સંયોજક હતા અમિત શાહ
આ સીટ એમ જ બીજેપીનો કિલ્લો નથી બની. 23 વર્ષથી ખુદ અમિત શાહ તેની કિલ્લાબંધી કરતા રહ્યા છે. 1996માં શાહને ગાંધીનગર સીટના સંયોજક બનાવવામાં આવ્યા હતા. ત્યારથી તેમને ગાંધીનગરને સીંચીને કમલને ખીલવવામાં સિંહફાળો રહ્યો છે.

કહેવાય છે કે ગાંધીનગરથી કોઇ પણ જીતે, પરંતુ અસલી વિજેતા તો અમિત શાહ જ હતા. તેમણે બાજપેયીજી હોય કે અડવાણી હોય તેમની જીતની થાળીને શાહે જ સજાવીને આપી છે. પરંતુ આ વખતે શાહ પોતે આ સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે અને જીતાડવાના પણ પોતાને જ છે.

કહેવાય છે કે બીજેપી માટે ગાંધીનગર સીટ સુરક્ષિત રહી છે. જ્યારે અડવાણી અહીંથી લડવા આવ્યા ત્યારે અટલ બિહારી બાજપેયીજીએ કહ્યું હતું કે, તમારા માટે આ સીટ માલા સિન્હાના ગાલની જેમ છે. જો કે, વિરોધ પક્ષ અમિત શાહના વિરુદ્ધ કોને ઉતારે છે, તેને લઇને મથામણ ચાલી રહી છે.

એનસીપી એક વાર ફરીથી વાઘેલા પર દાવ અજમાવવા માંગતી હતી, પરંતુ વાઘેલા પાણીમાં બેસી ગયા અને તેમને આ સીટ પરથી ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. બીજેપીના જૂના જોગી કહેવાતા શંકરસિંહ વાઘેલા 1989માં અહીંથી સાંસદ હતા. અડવાણી માટે તેમને આ સુરક્ષિત સીટ છોડી દીધી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post …ત્યારે બાજપેયીએ કહ્યું હતું, ‘માલા સિન્હાના ગાલ જેવી છે ગાંધીનગરની સીટ’ appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/lok-sabha-elections-gandhinagar-seat-amit-shah-nomination/
via Best Gujarati News

0 Comments