પુલવામા હુમલા બાદ બંને દેશોની વચ્ચે તણાવ ઓછો થવાનું નામ જ લેતું દેખાતું નથી. પરંતુ આ બધાની વચ્ચે પાકિસ્તાને ફરી એક વખત નાપાક હરકત કરી છે. ઇસ્લામાબાદ સ્થિત ભારતીય દૂતાવાસમાં આયોજીત ઇફ્તાર પાર્ટીના મહેમાનોને પાકિસ્તાન મેનેજમેન્ટની તરફથી રોકવાનો કિસ્સો સામે આવ્યો છે. સૂત્રોના મતે પાકિસ્તાની એજન્સીઓએ હોટલ સેરેનામાં આયોજીત કરાયેલ ઇફ્તાર પાર્ટીનો રસ્તો રોકવાનો પ્રયાસ કર્યો. શનિવારના રોજ પાર્ટીમાં આવનાર અંદાજે સેંકડો મહેમાનોને એજન્સીઓએ પાછા મોકલી દીધા. એટલું જ નહીં તેમનું ઉત્પીડન પણ કરાયું.

એટલું જ નહીં એજન્સીઓએ ભારતીય હાઇકમિશ્નરને મહેમાનોની સાથે ખરાબ વર્તન કરતાં તેમને ફોન પર પણ ધમકી આપી. સૂત્રોના મતે પાક એજન્સીઓએ આમંત્રિત લોકોને ગુપ્ત નંબરો પરથી ફોન કર્યા અને ભારતની તરફથી આયોજીત ઇફ્તારમાં સામેલ થવા પર અંજામ ભોગવવાની ધમકી આપી.

તેના પર ટિપ્પણી કરતાં પાકિસ્તાનમાં ભારતીય હાઇકમિશન અજય બિસારિયા એ કહ્યું કે અમે અમારા એ બધા જ મહેમાનોની માફી માંગીએ છીએ, જેમને પાછા જવું પડ્યું. પાકિસ્તાન એજન્સીઓની તરફથી કરાયેલી આ હરકત નિરાશાજનક છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનના અધિકારીઓએ માત્ર કૂટનીતિક પ્રોટોકોલનું ઉલ્લંઘન જ કર્યું નથી પરંતુ અસભ્ય વ્યવહાર કર્યો છે. તેનાથી દ્વિપક્ષીય સંબંધો પર અસર પડશે.

આપને જણાવી દઇએ કે પીએમ નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીમાં એક વખત ફરીથી જીત નોંધાવ્યા બાદ બિમ્સટેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને પોતાના શપથ ગ્રહણ સમારંભમાં આમંત્રિત કર્યા. પરંતુ પાકિસ્તાનને તેનાથી દૂર જ રાખ્યું. એટલું જ નહીં પાક પીએમ ઇમરાન ખાને તેમને અભિનંદન પાઠવવા માટે ફોન કર્યો તો તેમણે પણ નસીહત આપી કે ક્ષેત્રમાં આતંક મુક્ત વાતાવરણ હોવું જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post પાકિસ્તાનની હલકટાઇ, ભારતની ઇફતાર પાર્ટીના મહેમાનો સાથે કર્યું આવું ખરાબ વર્તન appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/pakistani-officials-aggressively-turned-away-guests-from-iftar-party-indian-envoy/
via Best Gujarati News

0 Comments