અંતરિયાળ જિલ્લાના શિક્ષકોની દસ વર્ષના બોન્ડમાં રાહત આપવાની માગ
। અમદાવાદ ।
રાજ્યની પ્રાથમિક શાળામાં શિક્ષકોની બદલી અંગે ત્રણેક વર્ષ પહેલાં કેટલાક કડક નિયમો લાગુ કરવામાં આવ્યાં હતા, જેમાં આદિવાસી વિસ્તાર તેમજ અન્ય અંતરિયાળ વિસ્તારના જિલ્લાની સ્કૂલોમાં ભરતી થનાર શિક્ષકો પાસે ૧૦ વર્ષના બોન્ડ લખાવવામાં આવ્યા હતા. જેથી આ વિસ્તારમાં બોન્ડ આધારિત ભરતી થયેલા શિક્ષકો દ્વારા એવી માગ કરવામાં આવી છે કે, ૧૦ વર્ષની મુદ્દતમાં થોડો ઘટાડો કરી રાહત આપવામાં આવે તેમજ નવી ભરતી વખતે અમને બદલીની તક આપી નવા ઉમેદવારોને આ જગ્યાઓ ફાળવવામાં આવે. જેના સંદર્ભે આગામી ૪ જૂનના રોજ શિક્ષણ વિભાગની એક બેઠક મળશે.
રાજ્ય સરકાર દ્વારા વિવિધ જિલ્લાના મહેકમના આધારે શિક્ષકોની ભરતી કરવામાં આવતી હોય છે, જેમાં દર વર્ષે રાજ્યના અંતરિયાળ જિલ્લામાં શિક્ષકોનું વધુ મહેકમ જ સામે આવતું હતું, કારણ કે, આ વિસ્તારોમાં જે શિક્ષકોની ભરતી થતી હતી તેઓ ટૂંક સમયમાં જ પોતાની ઓળખાણોથી અખવા તો ઉચ્ચ અધિકારીઓ સાથેના નાણાકીય વહીવટોના માધ્યમથી પોતાના વતનમાં બદલી કરાવી દેતા હોવાની ફરિયાદો ઊઠી હતી. જેથી ત્રણેક વર્ષથી શિક્ષણ વિભાગે ભરતી-બદલીના નિયમોમાં સુધારો કરીને રાજ્યના આવા અંતરિયાળ જિલ્લામાં ભરતી થતાં શિક્ષકો માટે ફરજિયાત ૧૦ વર્ષનો બોન્ડ નક્કી કરવામાં આવ્યો હતો. જેથી આ શિક્ષકોની ૧૦ વર્ષ સુધી બદલી થઈ શકે નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post અંતરિયાળ જિલ્લાના શિક્ષકોની દસ વર્ષના બોન્ડમાં રાહત આપવાની માગ appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/out-of-school-teacher/
via Best Gujarati News
0 Comments