ભારતની આ આશા શું પુરી કરશે અમેરિકાનો ‘બાદશાહ’!
અમેરિકાના 5.6 અબજ યુએસ ડોલરની ભારતીય નિકાસ માટેના પ્રેફરેન્શલ બેનિફિટ્સ પરત લેવાનો એવો અર્થ એ નથી કે જીએસપી (જનરલાઇઝ્ડ સિસ્ટમ ઑફ પ્રેફરન્સ) યોજના પૂર્ણ થઈ ગઈ છે. ભારતીય અધિકારીઓએ જણાવ્યું હતું કે અમેરિકાએ અન્ય દેશોમાંથી પરત ખેંચ્યા પછી જીએસપીને ફરીથી સ્થાપિત કરી દીધી હતી.
એક અધિકારીએ કહ્યું, આપણે એવું માનવું જોઈએ નહીં કે અમેરિકાએ ભારત માટે જીએસપી નાબૂદ કરી દીધી છે. અન્ય દેશોના કિસ્સામાં, તેણે તે પાછું ખેંચી લીધા પછી જીએસપીને પુનઃસ્થાપિત કરી દીધી હતી. યુએસએ શુક્રવારે ભારતીય નિકાસ માટે પસંદગીના ટેરિફને સમાપ્ત કરી દીધુ હતુ. યુ.એસ.એ. જણાવ્યું હતું કે, ભારત તેના બજારને વાજબી એક્સેસ આપવા માટે ખાતરી આપી શક્યું નહીં, તેથી જીએસપીને પાછી ખેંચી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનિય છે કે અમેરિકાએ અગાઉ અર્જેન્ટીના, લાઇબેરીયા અને મ્યાનમાર જેવા દેશોમાંથી પાછું ખેચ્યા બાદ જીએસપીને પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. આ દેશોના કિસ્સામાં તેમણે કહ્યું હતું કે તેણે બજાર વપરાશમાં પૂરતા સુધારા કર્યા છે, તેથી તેઓ જીએસપીને પુનઃસ્થાપિત કરી રહ્યા છે.
ભારત હજુ સુધી સ્પષ્ટ કરી શક્યું નથી કે શું તે જીએસપીના પુનઃસ્થાપિતની માંગ કરશે? અધિકારીએ જણાવ્યું છે કે, “અમે આ વિશે વિચારીશું. અમે જાણીએ છીએ કે અમેરિકા શું માંગે છે. એવા કેટલાક કિસ્સાઓ છે જેમાં આપણે દેશભક્તિ સાથે સમાધાન કરી શકતા નથી. આપણે બંને દેશોના હિતોને સંતુલિત કરવું પડશે.
ઉલ્લેખનિય છે કે અમેરિકાએ ભારતને મળેલ Generalized System of Preferences (GSP) ટ્રેડ પ્રોગ્રામ ખતમ કરી દીધો છે. જે પાંચ
જૂનથી લાગૂ કરવામાં આવશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં આની જાહેરાત કરી દીધી છે. ટ્રમ્પે 4 માર્ચે આની જાહેરાત કરી હતી કે તે GSP કાર્યક્રમમાંથી ભારતને બહાર કરી નાખશે. ત્યારબાદ 60 દિવસનો નોટિસ પીરિયડ ચાલતો હતો જે હવે 3મેથી સમાપ્ત થઈ ગયો છે. કોઈ પણ સમયે હવે માત્ર ઔપચારિક રીતે આની જાહેરાત થઈ જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ભારતની આ આશા શું પુરી કરશે અમેરિકાનો ‘બાદશાહ’! appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/india-hopes-to-be-back-in-gsp-status/
via Best Gujarati News
0 Comments