આ ક્રિકેટ અધિકારી મહિલાઓને VIDEO કોલ કરી કરતો અશ્લીલ વાતો, આ રીતે ફૂટ્યો ભાંડો!
મધ્યપ્રદેશ ક્રિકેટ સંધ (MPCA)ને એ સમયે મોટો ઝટકો લાગ્યો કે જ્યારે એના આજીવન સભ્ય સંજીવ ગુપ્તાની એક ખરાબ વાત સામે આવી. સંઘને મેઈલ મળ્યો કે સંજીવ ગુપ્તા લગ્ન કરવાની વેબસાઈટ પરથી એક મહિલા સાથે અશ્લીલ અશ્લીલ વાતો કરતો હતો. આ વાતની જાણ થતા સભ્યોને થોડી વાર તો મોટો ઝટકો લાગ્યો. કારણ કે આ એ જ સંજીવ છે કે જેમણે સચિન તેંદુલકર અને લક્ષ્મણ પર પણ ખોટા આરોપો નાખેલા છે. એટલું જ નહીં BCCIનાં લોકપાલ ડીકે જેનનાં હિત માટે ટકરાવની વાત પર પણ ફરિયાદ કરી ચૂક્યો છે.
આ મેઈલમાં કહેવામાં આવ્યું છે કે, સંજીવે ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ પહેલા મહિલાનો ફોન નંબર મેળવવા માટે કર્યો અને ત્યારબાદ અશ્લીલ અશ્લીલ વાતો કરતો હતો. આ વાત પર મહિલાએ વિરોધ ઉઠાવ્યો અને સંજીવની પ્રોફાઈલ બ્લોક કરવાની ફરિયાદ કરી. જેવો જ મેઈલ મળ્યો કે સંઘના સભ્ય રાજ સિંહ ચૌહાણએ સચિવ મિલિંદ કાનમાડિકરને એક ચિઠ્ઠી લખી કે, આજે મને એક પત્ર મળ્ચો છે અને એમાં સંજીવ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવેલી છે. આ ફરયાદ એક મહિલાએ કરી છે.
મહિલાએ લખ્યું છે કે આ શખ્સ MPCAનો સભ્ય સંજીવ છે. તેમણે કહ્યું કે, આ મામલે એમણે જ્યોતિરાદિત્ય સિંધિયાને પણ ફરિયાદ કરી છે. આ મામલો ફેબ્રુઆરી 2019નો છે. રાજ સિંહ ચૌહાણએ આગળ કહ્યું કે હુ આ મેઈલ પણ સાથે મોકલું છુ. મને જણાવો કે આ મામલે MPCA કોઈ તપાસ કરે છે કે નહીં.
આરોપ છે કે..
લગ્ન કરાવવાવાળી વેબસાઈટ પર જે ફરિયાદ કરી છે એમાં લખવામા આવ્યું છે કે, આ સાઈટ કોઈ સંજીવ ગુપ્તા નામનો શખ્સ ચલાવી રહ્યો છે અને તે ઈંદોરનો રહેનાર છે. તેની આઈડી 19997366 છે. આ સાઈટનો ઉપયોગ એ શખ્સ અશ્લીલ વાતો અને બીજુ પણ ઘણું બધુ કરવામાં કરી રહ્યો છે. તે પહેલા મહિલાને લોભાવે છે અને પછી વીડિયો લોક કરીને અશ્લીલ વાતો કરે છે.
રાજ સિંહ ચૌહાણ આગળ લખે છે કે, 11 ફેબ્રુઆરીએ એક બીજી ફરિયાદ પણ આવી છે કે આ શખ્સ હજુ સાઈટ પર સક્રિય છે. એના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી કે નહીં. કે માત્ર નામ સિવાય કંઈ પતો નથી. બની શકે કે કોઈ બીજો શખ્સ પણ હોઈ શકે માટે ઝડપથી કાર્યવાહી કરવામાં આવે. આ શખ્સ વિરુદ્ધ સખત કાર્યવાહી થવી જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post આ ક્રિકેટ અધિકારી મહિલાઓને VIDEO કોલ કરી કરતો અશ્લીલ વાતો, આ રીતે ફૂટ્યો ભાંડો! appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/sanjeev-gupta-darty-chat-with-woman-also-can-complainant-against-sachin/
via Best Gujarati News

0 Comments