કાર્ફિડનાં સોફિયા ગાર્ડનમાં રમાનાર બીજી વોર્મ-અપ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતો અને ભારતને બેટિંગ કરવા માટે કહ્યું હતું. ભારતમાં કેએલ રાહુલે 108 અને ધોનીએ 113 રનની મદદથી બાંગ્લાદેશને જીતવા માટે 360 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો છે. છેલ્લા વોર્મ-અપ મેચમાં ભારતે 50 ઓવરમાં સાત વિકેટનાં નુકશાન પર 359 રન બનાવ્યાં હતા.

ભારત તરફથી સૌથી વધુ રન એમએસ ધોનીએ 113 બનાવ્યા અને કેએલ રાહુલે 108 રને દાવ રમ્યો હતો. તો વળી બાંગ્લાદેશ તરફથી સૌથી વધારે રુબેલ હુસૈન અને અલ હસને બે બે વિકેટ લીધી હતી. ધવનનાં આઉટ થયાં પછી રોહિતે અને વિરાટે મેચ સંભાળી હતી. જો કે રુબેલની 14મા ઓવરનાં ત્રીજા બોલમાં શોટમાં રમવા જતા રોહિત આઉટ થયો હતો. બોલ્ડ થતાં પહેલા રાહુલે ધીમે ધીમે 42 બોલમાં 19 રન બનાવ્યાં હતા.

22 ઓવરમાં 102 રન બનાવીને આપણા ટીમની ચાર વિકેટ પડી ગઈ હતી. પછી મેચને હાથમાં કરવા માટે કેએલ રાહુલ અને ધોની આવ્યાં હતા. બંન્નેએ શાનદાર પરફોમન્સ આપીને ટીમને એક નવો જોશ અને જુસ્સો આપ્યો હતો. ધોનીને વૃદ્ધ કહેનારને ફરીવાર જવાબ આપવાનું કામ ધોનીએ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ માટે આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019મા એક મુશ્કેલી ખત્મ થાય છે ત્યાં બીજી ઉભી જ હોય છે. એક બાજુ ઓલરાઉન્ડર કેદાર જાધવ અને વિજય શંકર બાંગ્લાદેશની વિરૂદ્ધ થનાર વૉર્મ-અપ માટે ફિટ થયા તો હાર્દિક પંડ્યાને ઇજા થઇ હતી. જી હા બાંગ્લાદેશની સામે રમાનાર વૉર્મ-અપ મેચ પહેલાં ટીમ ઇન્ડિયાને જોરદાર ઝાટકો લાગ્યો હતો અને ઓલરાઉન્ડર પંડ્યા આ મેચમાં રમશે કે નહીં તેની શંકા વ્યક્ત કરવામાં આવી હતી.

હવામાન વિભાગે વરસાદની ભવિષ્યવાણી કરી હતી અને વરસાદ પણ આવ્યો હતો. જો કે વાદળ છવાયેલા રહ્યા તો ઝડપી બોલર્સ તેનો ફાયદો ઉઠાવી શકે એમ હતા પણ એવું શક્ય ન બન્યું થોડી વારમાં જ વરસાદ જતો રહ્યો હતો અને મેચ એના સમયે જ શરૂ થઈ ગયો હતો.

ભારતીય ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, કેએલ રાહુલ, વિજય શંકર, મહેન્દ્રક સિંહ ધોની (વિકેટકીપર) , કેદાર જાધવ, દિનેશ કાર્તિક, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને આપ્યો 360 રનનો ટાર્ગેટ, ધોની અને રાહુલની શાનદાર તોફાની સદી appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/world-cup-warm-up-match-dhoni-kl-rahul-centuries-power-india-to-3597/
via Best Gujarati News

0 Comments