સચિન-વિરાટનાં ફેન માટે ખુશ ખબર, વર્લ્ડ કપ દરમિયાન ઈંગ્લેન્ડની ઘરતી પર મળશે સ્પેશિયલ ‘ગિફ્ટ’
ભારત ક્રિકેટ ટીમનાં મહાન ખેલાડી અને જેમને ક્રિકેટનાં ગુરૂ માનવામાં આવે છે એવા સચિન તેંદુલકરનાં સૌથી મોટ ફેન સુધીર કુમાર ગૌતમ સિવાય અન્ય ચાર ક્રિકેટનાં મોટા ફેનને ગ્લોબલ સ્પોર્ટસ ફેન એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવશે. આ યાદીમાં સુધીર સિવાય વિરાટ કોહલીનાં ફેન સુગુમાર કુમાર, પાકિસ્તાન ટીમનાં સૌથી મોટા ફેન ચાચા ક્રિકેટ અબ્દુલ જલીલ, બાંગ્લાદેશનો ફેન ટાઈગર આકા શોએબ અલી, શ્રીલંકાથી ગાયન સેનાનાયકનો પણ સમાવેશ થાય છે. છેલ્લા કેટલાય સમયથી અલગ અલગ ટીમનો ઉત્સાહ વધારવા માટે સખત મહેનત કરતા આ બધા ફેનને 14 જુનનાં રોજ ઈંગલેન્ડની ધરતી પર એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવશે.
પાકિસ્તાનનાં ફેન અબ્દુલ જલીલ સૌથી અનુભવી ફેન છે અને તે 1969થી સ્ટેડિયમમાં જોવા મળે છે. તો શોએબ અલી નવ વર્ષથી બાંગ્લાદેશનાં આઈકોનિક ટાઈગરની જેમ પોતાને અલગ અલગ કલરથી રંગીને પોતાનાં દેશની ટીમને સપોર્ટ કરતો જોવા મળે છે. શ્રીલંકાના ગાયનની શરૂઆત 1996થી થઈ હતી અને ત્યારે તે માત્ર 17 વર્ષનો હતો. જ્યારે સચિનના ફેનનું પણ કંઈક એવું છે.
આ બધા ફેન્સનું જીવન ઘણા સંઘર્ષોથી ભરેલું છે. ક્યારેક કોઈએ કરેલી મદદ તો પછી ક્યારેક પોતે બચાવેલા પૈસાનો ઉપયોગ કરીને દુનિયાનાં કોઈ પણ ખુણે પોતાની ટીમને ઉત્સાહ આપવા માટે પહોંચી જાય છે. આ માટે જ દુનિયાનાં સૌથી મોટા પાંચ ફેનને આ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવશે. મહત્વનું એ છે કે આ એવોર્ડ ભારતની સૌથી મોટી સ્પોર્ટ ફેન કમ્યુનિટિ ઈન્ડિયન સ્પોર્ટ ફેન્સ દ્વારા આયોજન કરવામાં આવે છે. તો વળી આયોજન કરનારનું એવું પણ કહેવું છે કે આવતા સમયમાં બીજી રમતોનાં ફેન્સ માટે પણ આ એવોર્ડનું દર વર્ષે આયોજન કરવામાં આવશે.
તો વળી લંડનના ઈન્ડિયન સ્પોર્ટ ફેન્સનાં વડા કુલદીપ અહલાવતનું કહેવું છે કે આગળ પણ આવા કાર્યક્રમ કરતા રહીશું અને આ રીતે અમારો ટાર્ગેટ છે કે 25000ની આજુબાજુ ફેન્સને આવા સમયે સન્માનિત કરવામાં આવે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post સચિન-વિરાટનાં ફેન માટે ખુશ ખબર, વર્લ્ડ કપ દરમિયાન ઈંગ્લેન્ડની ઘરતી પર મળશે સ્પેશિયલ ‘ગિફ્ટ’ appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/icc-cricket-world-cup-2019-sachin-virat-fan-to-get-global-sports-fan-award/
via Best Gujarati News
0 Comments