ટીમ ઇન્ડિયાના ‘મિશન વર્લ્ડકપ’ શરૂ થતાં પહેલાં કેપ્ટન વિરાટ કોહલીએ એક મોટો ખુલાસો કર્યો છે. વિરાટ કોહલીનું કહેવું છે કે અનુષ્કા શર્માની સાથે લગ્ન થયા બાદ માત્ર રમતમાં જ ફેરફાર આવ્યો નથી પરંતુ મારી કેપ્ટનશીપમાં પણ સુધારો આવ્યો છે. આપને જણાવી દઇએ કે આજે ભારતને બાંગ્લાદેશની સાથે પ્રેક્ટિસ મેચ રમવાની છે. ત્યારે ભારતના મિશન વર્લ્ડકપની લડાઇ 5 જૂનથી શરૂ થઇ રહી છે.

વર્લ્ડ કપ શરૂ થતાં પહેલાં આઇસીસીના સંવાદ કાર્યક્રમમાં તેણે કહ્યું કે લગ્ન બાદ તમે વધુ જવાબદાર થઇ જાઓ છો. લગ્ન બાદ તમે વસ્તુઓને સારી રીતે સમજવાની શરૂ કરી દો છો, તમે દરેક વસ્તુ પર જોર આપવાનું શરૂ કરી દો છો.

ઇન્ટરવ્યુમાં વિરાટ કોહલીએ કહ્યું હતું કે હું હવે પહેલાં કરતાં ઘણો જવાબદાર થઇ ગયો છું, તેનાથી મારી કેપ્ટનીશપમાં પણ ફેરફાર થયો છે. મારામાં એક વ્યક્તિ અને ખેલાડી તરીકે પણ ઘણો ફેરફાર આવ્યો છે.

આપને જણાવી દઇએ કે સુપરસ્ટાર અનુષ્કા શર્માના લગ્ન 11મી ડિસેમ્બર 2017ના રોજ થયા વિરાટ કોહલી સાથે થયા હતા. આ પહેલાં પણ બંને સંબંધોને લઇ ખૂબ ચર્ચાઓ થઇ હતી.

આપને જણાવી દઇએ કે વિરાટ કોહલી 2011ની વર્લ્ડકપ વિનિંગ ટીમનો હિસ્સો રહી ચૂકયા છે. 2015મા પણ તેઓ ટીમના વાઇસકેપ્ટન હતા, પરંતુ પહેલી વખત એવું બન્યું કે કેપ્ટન તરીકે વર્લ્ડકપમાં તે ઉતરી રહ્યા છે. આ જ કારણ છે કે બધાની નજર વિરાટ કોહલી પર ટેકીલ છે. વર્લ્ડકપમાં ભારતનો પહેલો મુકાબલો 5 જૂનના રોજ સાઉથ આફ્રિકાની વિરૂદ્ધ છે.

આ Video પણ જુઓ : રાજકોટ કોર્પોરેશન દ્ગારા નોટિસના નામે નાટક

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post વર્લ્ડકપ પહેલાં વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્માને લઇ કહી મોટી વાત appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/virat-kohli-credits-wife-anushka-sharma-for-turning-him-into-better-person/
via Best Gujarati News

0 Comments