બાંગ્લાદેશની સામે વૉર્મ-અપ પહેલાં ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝાટકો, હાર્દિક પંડ્યાને લઇ સસ્પેન્સ
ભારતીય ટીમ માટે આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019મા એક મુશ્કેલી ખત્મ થાય છે ત્યાં બીજી ઉભી જ હોય છે. એક બાજુ ઓલરાઉન્ડર કેદાર જાધવ અને વિજય શંકર બાંગ્લાદેશની વિરૂદ્ધ થનાર વૉર્મ-અપ માટે ફિટ થયા તો હાર્દિક પંડ્યાને ઇજા થઇ છે. જી હા બાંગ્લાદેશની સામે રમાનાર વૉર્મ-અપ મેચ પહેલાં ટીમ ઇન્ડિયાને જોરદાર ઝાટકો લાગ્યો છે અને ઓલરાઉન્ડર પંડ્યા આ મેચમાં રમશે કે નહીં તેની શંકા છે.
વાત એમ છે કે પંડ્યાને આ મેચ પહેલાં જ કાર્ડિકમાં ટીમ ઇન્ડિયાની પ્રેક્ટિસ સેશન દરમ્યાન લેફ્ટ અંડરઆર્મમાં બોલ લાગતા ઘાયલ થયો. તે ટીમની સાથે નેટ્સમાં બેટિંગની પ્રેકિટસ કરી રહ્યો હતો. જ્યારે ઝડપથી એક બોલ તેના લેફ્ટ અંડરઆર્મમાં લાગ્યો, ત્યારબાદ તેને ખૂબ દર્દ થયું. જ્યારે ઇજા થયા બાદ પ્રેક્ટિસ સેશન છોડીને જતો રહ્યો.
જો કે રિપોર્ટ્સના મતે પંડ્યા ઠીક છે, પરંતુ ટીમ મેનેજમેન્ટ ઉતાવળ કર્યા વગર તેને બાંગ્લાદેશની સામે વૉર્મ-અપમાં આરામ આપી શકે છે.
વરસાદ અડચણ ઉભું કરી શકે છે
હવામાન વિભાગે વરસાદની ભવિષ્યવાણી કરી છે અને એવામાં મેચ મોડાથી શરૂ થવાની સંભાવના છે. જો વાદળ છવાયેલા રહ્યા તો ઝડપી બોલર્સ તેનો ફાયદો ઉઠાવી શકે છે.
ભારતીય ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, કેએલ રાહુલ, વિજય શંકર, મહેન્દ્રક સિંહ ધોની (વિકેટકીપર) , કેદાર જાધવ, દિનેશ કાર્તિક, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી
આ Video પણ જુઓ : અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારમાં ડિમોલેશન
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post બાંગ્લાદેશની સામે વૉર્મ-અપ પહેલાં ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝાટકો, હાર્દિક પંડ્યાને લઇ સસ્પેન્સ appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/injury-scare-for-hardik-pandya-ahead-of-world-cup-2019-warm-up-match-against-bangladesh/
via Best Gujarati News
0 Comments