Toyotaની નવી Glanza, મારૂતિની Baleno કરતા હશે પ્રીમિયમ
ટોયોટાએ તેની મારૂતિ સુઝુકી બેલેનોની આવૃત્તિનું ટીઝર રજૂ કર્યું છે. જેમાં તેના લોન્ચ દિવસે તેના વિશેની માહિતી જાહેર કરવામાં આવશે. કંપની 6 જૂન, 2019 ના રોજ Toyota Glanza નામથી લોન્ચ કરશે. નવી ટોયોટા ગ્લાન્ઝા દેખાવમાં બેલેનો જેવી જ છે. પરંતુ તે ટોયોટાના બેડિંગ સાથે ફરી લોન્ચ થઈ રહી છે. જો કે, કંપનીએ તેમાં સહેજ ડિઝાઇન અને સ્ટાઇલમાં ફેરફાર કર્યો છે. ટીઝરમાં સ્પષ્ટ રીતે બતાવે છે કે તેમાં જુદા એલોય વ્હીલ્સ આપવામાં આવશે જે ટોયોટા લોગો સાથે છે. આ ઉપરાંત, બેલેનો ફેસલિફ્ટ સાથે એલઇડી ટેઇલ લેમ્પ્સ આપવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે ટોયોટા મોટર્સ 6 જૂને દેશમાં પોતાની નવી કાર Glanzaને લોન્ચ કરવાનું પ્લાનિંગ કરી રહી છે. હાલમાં Glanzaની પહેલી તસવીર ઇન્ટરનેટ પર આવી છે અને કંપની લોન્ચ માટે તૈયાર છે. કાર લોન્ચિંગની જાહેરાત સાથે કંપનીએ એક ટીઝર વીડિયો પણ લોન્ચ કર્યો છે. આ વીડિયોમાં Glanzaનો ફેસ દેખાય છે. આ મોડલનો લુક અને ઇન્ટિરિયર મારુતિ સુઝુકીની BALENOને મળતું આવે છે.
ટોયોટા Glanzaનું આ એન્જિન 84PS અને 115Nm પાવર જનરેટ કરે છે. આમાં 5 સ્પિડ મેન્યુઅલ અને સીવીટી ઓટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ પણ મળશે. ટોયોટા Glanza માત્ર બે વેરિઅન્ટમાં જ ઉપલબ્ધ હશે. કારનું ટોપ વેરિઅન્ટ v મારૂતિ બલેનોના આલ્ફા વેરિઅન્ટ જેવું છે. જ્યારે બીજું વેરિઅન્ટ મારૂતિ સુઝુકીના જેટા વેરિઅન્ટ જેવું છે. માનવામાં આવે છે કે ટોયોટા પોતાની નવી કાર Glanzaમાં સારું વોરંટી પેકેજ અને સર્વિસ આપશે. આ કારની કિંમત વિશે વધારે જાણકારી મળી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post Toyotaની નવી Glanza, મારૂતિની Baleno કરતા હશે પ્રીમિયમ appeared first on Sandesh.
from Technology – Sandesh http://sandesh.com/toyota-glanza-will-launch-on-6th-june2019/
via Best Gujarati News
0 Comments