Amazonથી આ રીતે બૂક કરાવો ફ્લાઇટ ટિકિટ, મળશે રૂ. 2000 સુધીનું કેશબેક
તમારામાંથી ઘણા લોકો ઇ-કોમર્સ સાઇટ એમેઝોનનો ઉપયોગ કરતા હશે. તેવામાં તમારું એકાઉન્ટ એમેઝોન પર પણ હશે. અત્યાર સુધી તમે એમેઝોન પરથી ખરીદી અને રિચાર્જ કરતા હતા. પરંતુ હવે એમેઝોન દ્વારા ફ્લાઇટ ટિકિટ બુક કરવાનો વિકલ્પ આપવામાં આવે છે. હવે તમે એમેઝોન પેની મદદથી એમેઝોન પર વિમાનની ટિકિટ બુક કરી શકો છો.
ફ્લાઇટ બુકિંગ માટે, તમે એમેઝોનની સાઇટ અથવા મોબાઇલ એપ્લિકેશનથી સહાય મેળવી શકો છો. એમેઝોનએ ફ્લાઇટ બુકિંગ માટે ક્લિયરટ્રીપ સાથે ભાગીદારી કરી છે. જો કે, તમારી પાસે ડોમેસ્ટિક ફ્લાઇટ બુક કરવાનો વિકલ્પ હશે. ઓફર્સની વાત કરીએ તો કંપની રૂપિયા 2,000 સુધી કેશબેક આપી રહી છે.
જો તમે 8000 રૂપિયાની ટિકિટ બૂક કરાવો છો તો પ્રાઇમ મેમ્બર્સને 800 રૂપિયાનું કેશબેક અને નોન-પ્રાઇમ મેમ્બર્સને 400 રૂપિયાનું કેશબેક મળશે. જો તમે 8000 રૂપિયાથી 19,999 રૂપિયા વચ્ચે ટિકિટ બૂક કરાવો છો તો પ્રાઇમ મેમ્બરને 1200 રૂપિયા અને નોન-પાઇમ મેમ્બર્સને 800 રૂપિયાનું કેશબેક અને 20,000 રૂપિયાથી વધારે ટિકિટ બૂક કરાવવા પર પ્રાઇમ મેમ્બર્સને 2000 રૂપિયાનું કેશબેક અને નોન પ્રાઇમ મેમ્બર્સને 1600 રૂપિયાનું કેશબેક મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post Amazonથી આ રીતે બૂક કરાવો ફ્લાઇટ ટિકિટ, મળશે રૂ. 2000 સુધીનું કેશબેક appeared first on Sandesh.
from Technology – Sandesh http://sandesh.com/amazon-launches-flight-bookings-in-india-in-with-cleartrip-offers-cashback-upto-rs-2000/
via Best Gujarati News
0 Comments