બ્યૂટી । રશ્મિ

ઉંમરની અસર દેખાવ પર ના વર્તાય તે માટે શું કરવું જોઇએ?  મેડોનાનું જ ઉદાહરણ લો. અડતાળીસ વર્ષની વયે પણ તે હજુ એટલી જ સુંદર અને ભવ્ય દેખાય છે. અન્ય કલાકારોની જેમ મેડોના કોસ્મેટિક-સર્જરી કરાવતી નથી. તે મેકઅપ દ્વારા પોતાનું રૂપ જાળવવામાં માને છે. મેડોના જેવા દેખાવા માટે નીચે દર્શાવેલ સાધનોનો ઉપયોગ કરો.

  • આંખની પાંપણોને આકર્ષક દર્શાવવા માટે ઉપર અને નીચે બંને પાંપણો પર ‘ટ્રેસ્કો ઓલ અબાઉટ ફેસ લેન્થનીન્ગ મસ્કરા’ લગાવો. આમ કરવાની તમારી પાંપણો લાંબી દેખાશે.
  • હોઠોને ભરાવદાર અને ચમકતા દર્શાવવા માટે હોઠ પર ‘પ્લમ્પિન્ગ લીપ- ગ્લોસ’નો ‘વાઇલ્ડ-કોરલ’ શેડ લગાવો.
  • થાકેલી આંખોને તાજગી આપવા આંખો પર કાકડીના પાતળા ટુકડા મૂકો.

ત્વચાને ચમક આપતી કસરત

નીચે દર્શાવેલી કસરત કરવાથી ત્વચામાં ચમક આવે છે.

પલાંઠી વાળીને બેસો. બંને હાથના આંગળા એકબીજામાં પરોવીને હાથને માથાની ઉપરની તરફ, હથેળીઓ બહારની તરફ આવે તે રીતે ખેંચીને રાખો. ધીરેથી શ્વાસ અંદર લો. શ્વાસ લેતી વખતે માથુ મધ્યમાં, ચહેરો ઉપરની તરફ  ઉઠાવેલો, અને આંખો બંધ રાખો. હવે ધીરેથી શ્વાસ બહાર કાઢો, અને શરીરને જમણી તરફ નમાવો જેથી ડાબી બાજુ ખેંચાશે. પાછા મૂળ સ્થિતિમાં આવી જાઓ. ફરી ધીરેથી ઊંડો શ્વાસ લો. શ્વાસ મૂકતી વખતે ડાબી તરફ મૂકો. પછી મૂળ સ્થિતિમાં  આવી જાઓ. ત્રણ વાર પુનરાવર્તન કરો.

પીઠની સુંદરતા

શું તમારી પીઠ દેખાય તો તમને સંકોચ થાય છે ? પીઠને સુંદર, આકર્ષક બનાવવા નીચે દર્શાવ્યા મુજબ કરો.

  • એક સારી ગુણવત્તાવાળું બાથ-બ્રશ ખરીદો. તેનું હેન્ડલ પીઠના નીચેના ભાગ સુધી પહોંચે તેટલું લાંબું હોવું જરૂરી છે. આવું બ્રશ બ્યૂટી- થેરપિસ્ટ અથવા ‘સ્પા’માંથી મળી રહેશે.
  • બ્રશથી પીઠની ત્વચાના કોષો કાર્યરત બને છે જેથી ત્વચામાં ચમક આવે છે.
  • રક્તભ્રમણની દિશામાં જ હંમેશાં બ્રશ ઘસો.
  • કોણી અને હાથની પાછળના ભાગ પર પણ બ્રશ ઘસો.
  • બ્રશ ઘસ્યા બાદ પીઠ પર સ્ક્રબ લગાવો. પીઠ પર તેને ફેલાવીને વર્તુળાકારમાં આખી પીઠ પર ઘસો જેથી ત્વચાના મૃતકોષો નીકળી જાય. આ જ રીતે કોણી અને હાથ પર સ્ક્રબ ઘસો.
  • છેલ્લે સાબુના પાણીમાં સ્નાન કરીને શાવર લઇ લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post યુવાન દેખાવાના અને પીઠને સુંદર બનાવવો કરો આ ઉપાય appeared first on Sandesh.



from Stree – Sandesh http://sandesh.com/make-the-young-look-and-the-back-beautiful-this-remedy/
via Best Gujarati News

0 Comments