યુરોપિયન સંઘમાં પ્રભાવક સ્થિતિ મેળવવા સિકંદરના ગ્રીસનો પ્રયાસ
ગ્રીસની સાથે ભારતના સબંધ મહાન સિકંદરના જમાનાથી છે. સિકંદર અને પોરસની લડાઈ ઇતિહાસમાં જ નોંધાયેલી નથી, એ સબંધોએ બંને વિસ્તારોને પણ કાયમ માટે જોડી દીધા છે. એક કરોડથી થોડી વધુ વસતીવાળો દેશ ગ્રીસ એમ તો યુરોપની કુલ વસતીના ફક્ત બે ટકાથી થોડી વધુ વસતી ધરાવે છે, પરંતુ પાછલા વર્ષોમાં આર્થિક મુશ્કેલીઓને કારણે તે યુરોપના સૌથી મહત્ત્વના મુદ્દાઓમાં સામેલ રહ્યું છે. ગ્રીસના આર્થિક સંકટ અને ૨૦૧૫ના શરણાર્થી સંકટે આજના યુરોપને ઘણી હદે વ્યાખ્યાયિત કર્યું છે. આ બંને મુદ્દાઓ ન હોત તો આજે કેટલાય મુદ્દા પર વિભાજિત જણાતું યુરોપનું સ્વરૂપ કંઈક જુદું જ હોત.
ભારત અને ગ્રીસ
અલેક્ઝાન્ડર કે મહાન સિકંદર ભારત આવ્યા, ત્યાં સુધી ગ્રીસના લોકો ભારતનો અર્થ સિંધુ નદીના વિસ્તારને જ માનતા હતા. પાછળથી આખું ઉત્તર ભારત તેમાં સામેલ થયું. ભારતના લોકો ગ્રીક લોકોને યવન કહેતા હતા અને ભારતીયો તથા યુવાનોના સબંધ પર ઘણી વાર્તા આજે પણ સાંભળવા મળે છે. પાણિનીએ યવનોનો ઉલ્લેખ કર્યો છે, તો ચાણક્યના અર્થશાસ્ત્રમાં પણ તેની ચર્ચા છે. મેગાસ્થનીજે પોતાના પુસ્તક ઇન્ડિકામાં ભારત અંગે લખ્યું હતું.
ગ્રીસના રાજકીય પક્ષો
ડાબેરી મોરચો સિરીજા ગ્રીસનો મુખ્ય રાજકીય પક્ષ છે, જેના નેતૃત્વમાં હાલમાં દેશની સરકાર ચાલી રહી છે. સંસદમાં તેના ૧૪૫ સભ્યો છે અને પક્ષના નેતા અલેક્સિસ સિપ્રાસ દેશના પ્રધાનમંત્રી છે. બીજા નંબર પર લિબરલ કંઝર્વેટિવ ન્યૂ ડેમોક્રેસી પાર્ટી છે, જે પહેલાં સરકારમાં રહી છે, પરંતુ હાલમાં વિપક્ષમાં છે. તેના સંસદમાં ૭૮ સભ્યો છે. એ ઉપરાંત ગ્રીસના મુખ્ય પક્ષમાં સોશિયાલિસ્ટ પાસોક પાર્ટી, ગ્રીન પાર્ટી, કમ્યુનિસ્ટ પાર્ટી અને અલ્ટ્રા રાષ્ટ્રવાદી ગોલ્ડન ડાઉન પાર્ટી છે. ક્યારેક સત્તામાં રહલી મધ્યમાર્ગી પાસોક પાર્ટીએ પ્રજાનો વિશ્વાસ ગુમાવી દીધો છે અને તે અત્યારે મધ્ય ડાબેરી મોરચાનું નેતૃત્વ કરી રહી છે.
યુરોપિયન સંઘમાં ગ્રીસ
યુરોપિયન સંસદમાં ગ્રીસ ૨૧ સભ્યો મોકલે છે. તે ૧૯૮૧થી યુરોપિયન સંઘનું સભ્ય છે અને ૨૦૦૦થી શેંગેનનું ને ૨૦૦૧થી યૂરોઝોનનું સભ્ય છે. ગ્રીસ જૂના યુરોપિયન સંઘના ગરીબ દેશોમાં સામેલ છે. જ્યારે આયર્લેન્ડ, નેધરલેન્ડ્સ અને ઓસ્ટ્રિયા જેવા દેશઓની વ્યક્તિ દીઠ આવક યુરોપની સરેરાશ આવકના લગભગ ૧૩૦ ટકા છે. ગ્રીસની વ્યક્તિ દીઠ આવક ૭૩ ટકા છે. ગ્રીસના આર્થિક ક્ષેત્રમાં સૌથી મોટો હિસ્સો જથ્થાબંધ અને છૂટક કારોબાર તથા પર્યટન છે. બીજા નંબરે સાર્વજનિક પ્રશાસન છે અને ત્રીજા સ્થાને જમીન અને મકાનના ખરીદ વેચાણ છે. ગ્રીસથી થતી નિકાસનો ૫૬ ટકા યુરોપિયન સંઘના બીજા દેશોને જાય છે, જેમાંથી સૌથી મોટો હિસ્સો ૧૧ ટકા સાથે ઇટાલીનો છે. ગ્રીસ દ્વારા વિદેશોથી ખરીદાતા માલનો પણ ૫૫ ટકા હિસ્સો યુરોપિયન સંઘના દેશોમાંથી જ આવે છે.
ગ્રીસની રાજકીય વ્યવસ્થા
યુરોપના દક્ષિણ પશ્ચિમ સરહદે સ્થિત ગ્રીસ ભારતની જેમ જ લોકતાંત્રિક ગણતંત્ર છે, જ્યાં સરકારના વડા સંસદમાં બહુમતના નેતા પ્રધાનમંત્રી હોય છે. પ્રધાનમંત્રી પાસે દેશની કાર્યપાલિકાના મહત્તમ અધિકાર છે. દેશના પ્રમુખ રાષ્ટ્રપતિ હોય છે, જે મુખ્યરૂપે દેશનું પ્રતિનિધિત્વ કરે છે. ગ્રીસમાં પચારિક રીતે મતદાન અનિવાર્ય છે, પરંતુ તેની હકીકતે તપાસ કરાતી નથી. સંસદમાં ૩૦૦ બેઠકો છે. ચૂંટણી ૫૯ મત વિસ્તારમાં થાય છે. ૧૮ વર્ષથી વધુ વયના તમામ નાગરિકોને મતદાનનો અધિકાર છે. તેમનું રજિસ્ટ્રેશન આપમેળે થાય છે. સંસદની ૨૫૦ બેઠકોની વહેંચણી ગુણોત્તર પદ્ધતિથી થાય છે. સૌથી મોટી પાર્ટીને ૫૦ બેઠકો બોનસમાં મળે છે, જેથી બહુમત મેળવવામાં સરળતા રહે. આ વર્ષે ઓક્ટોબરમાં થનારી સંસદીય ચૂંટણીથી મતદાનની વય ઘટાડીને ૧૭ વર્ષની કરાઈ રહી છે.
ગ્રીસની વ્યક્તિ દીઠ આવક ૭૩ ટકા છે
- ગ્રીસ એક કરોડથી થોડી વધુ વસતીવાળો દેશ.
- ગ્રીસના આર્થિક ક્ષેત્રમાં સૌથી મોટો હિસ્સો જથ્થાબંધ, છૂટક કારોબાર તથા પર્યટન છે.
- ગ્રીસથી થતી નિકાસનો ૫૬ટકા યુરોપિયન સંઘના બીજા દેશોને જાય છે, જેમાંથી સૌથી મોટો હિસ્સો ૧૧ ટકા સાથે ઇટાલીનો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post યુરોપિયન સંઘમાં પ્રભાવક સ્થિતિ મેળવવા સિકંદરના ગ્રીસનો પ્રયાસ appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/european-union-influencer/
via Best Gujarati News
0 Comments