ઈરાનને અમારી સામે લડાઈ કરવી હોય તો એનો વિનાશ જ થશે : ડોનાલ્ડ ટ્રમ્પ
દુબઈ :
ઈરાનના બગદાદમાં અમેરિકન દૂતાવાસની પાસે એક રોકેટ પડવાની ખબર મળતાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપતાં કહ્યું છે કે જો ઈરાન અમેરિકાના હિતો પર કોઈ પણ પ્રકારનો હુમલો કરવાનું દુઃસાહસ કરશે તો એનો વિનાશ થશે. ડોનાલ્ડ ટ્રમ્પે એક ટ્વિટમાં કહ્યું હતું કે અમેરિકાને ફરીથી કોઈ પણ પ્રકારે ધમકી આપવાની જરૂર નથી. જો ઈરાનને લડાઈ કરવી હોય તો એનો અંત હશે.
અમેરિકાના સૈનિકોની પશ્ચિમ એશિયામાં મોજૂદગી વધવાના કારણે અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવભરી સ્થિતિ છે. રવિવારે બગદાદના ગ્રીન ઝોન વિસ્તારમાં થયેલા રોકેટ હુમલા પાછળ કોનો હાથ હતો એ હજી સુધી સ્પષ્ટ થયું નથી. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને કહ્યું છે કે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. અમેરિકાનાં સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોનના જણાવવા મુજબ પશ્ચિમ એશિયામાં અમેરિકાએ જે સૈન્ય ઉતાર્યું છે એમાં પેટ્રીએટ મિસાઇલો, બી-૫૨ બોમ્બ ફેંકરનારા ફાઇટર પ્લેન અને એફ-૧૫ ફાઇટર જેટનો સમાવેશ છે.
સાઉદી અરબે શું કહ્યું?
સાઉદી અરબે કહ્યું છે કે ઈરાન સાથે કોઈ પણ પરિસ્થિતિથી નિપટવા માટે અમે સક્ષમ છીએ. વિદેશી બાબતોના રાજ્યમંત્રી અદેલ અલ-ઝુબેરે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે અમે યુદ્ધ નથી ઇચ્છતા પણ અમારી રક્ષા કરવામાં પાછળ નહીં હટીએ. જો ઈરાન યુદ્ધ કરવા માગતું હોય તો અમે પૂરી તાકાત અને પ્રતિબદ્ધતાથી એનો મુકાબલો કરીશું. અમે અમારી, અમારા નાગરિકોની અને અમારા હિતોની રક્ષા કરીશું.
ઈરાનને યુદ્ધ જોઈતું નથી
ઈરાનનાં વિદેશપ્રધાન મોહમ્મદ જાવેદ ઝરીફે શનિવારે ઈરાનની ન્યૂઝ એજન્સીને કહ્યું હતું કે યુદ્ધ થવાની કોઈ ધારણા નથી કારણ કે તહેરાન યુદ્ધ ઇચ્છતું નથી. કોઈને એ ભ્રમ પણ નથી કે આ વિસ્તારમાં તેઓ ઈરાનનો સામનો કરી શકે એવી સ્થિતિમાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ઈરાનને અમારી સામે લડાઈ કરવી હોય તો એનો વિનાશ જ થશે : ડોનાલ્ડ ટ્રમ્પ appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/%e0%aa%88%e0%aa%b0%e0%aa%be%e0%aa%a8%e0%aa%a8%e0%ab%87-%e0%aa%85%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0%e0%ab%80-%e0%aa%b8%e0%aa%be%e0%aa%ae%e0%ab%87-%e0%aa%b2%e0%aa%a1%e0%aa%be%e0%aa%88-%e0%aa%95%e0%aa%b0/
via Best Gujarati News
0 Comments