। વોશિંગ્ટન ।

છેલ્લા ૧૩૦ વર્ષથી કિલોગ્રામ માપવા માટે જે પદ્ધતિ  અમલી બની હતી એને નિવૃત્ત કરી દેવામાં આવી છે અને એના  સ્થાને નવી પ્લેન્ક કોન્સ્ટન્ટ પદ્ધતિ ૨૦મેથી અપનાવવામાં આવી  છે. જોકે આ માપની પદ્ધતિ બદલવામાં આવવા છતાં માર્કેટમાં તેની  અસર પડવાની નથી. પેરિસમાં વૈજ્ઞા।નિકોની ભરાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

નવી પદ્ધતિમાં કિલોગ્રામના વજનનું માપ  કરવા માટે કિબ્બલ નામનું ત્રાજવું કામ કરશે. એનો આધાર  પ્લેટિનમ અને ઈરિડિયમનું સિલિન્ડર નહીં હોય. ક્વાંટ્મ  ફિઝિક્સમાં પ્લેન્ક કોન્સ્ટન્ટને ઉર્જા અને ફોટોન જેવા કણોની આવૃત્તિ વચ્ચેના સંબંધથી તૈયાર કરવામાં આવે છે.

શું હતી અત્યાર સુધીની સિસ્ટમ?

પેરિસ પાસે વર્સાયની ઓર્નેટ બિલ્ડિંગની સેફમાં ૯૦ ટકા પ્લેટિનમ  અને ૧૦ ટકા ઇરિડિયમના એક સિલિન્ડરને ૧૮૮૯થી રાખવામાં આવ્યું છે. ૧૮૮૯થી અત્યાર સુધી એક  કિલોગ્રામનું માપ આ સિલિન્ડરના આધારે કરવામાં  આવતું હતું. ૧૩૦ વર્ષથી આ પ્રથા અમલમાં હતી. આ સિલિન્ડરને  ‘લા ગ્રાન્ડ’ના નામથી પણ ઓળખવામાં આવે છે. વિશ્વભરમાં  એની કોપી કરવામાં આવી છે. આ સિલિન્ડરને એટલું સલામત રાખવામાં આવે છે કે તેની ત્રણ જુદી જુદી ચાવી છે. એને ત્રણ અલગ અલગ દેશોમાં રાખવામાં આવી છે. ત્રણ અલગ અલગ દેશોમાં રહેતા લોકો એક સાથે ત્યાં આવે ત્યારે આ સેફ ખૂલી શકે. તેના પર દેખભાળ ઇન્ટરનેશનલ બ્યૂરો ઓફ વેઇટ્સ એન્ડ મેજર્સ કરે છે.

ફરક ક્યાં પડે?

જો સિલિન્ડરના વજનમાં ફેરફાર થાય તો એનાથી માપ કરીને લેવામાં આવતી કિંમતી ધાતુઓ અને દવામાં નાખવામાં આવતા ખનિજ દ્રવ્યોની અસર અલગ થઈ શકે. આવા માપથી લેવામાં આવેલા ખનિજો દવાની ધારી અસર કરવામાં નિષ્ફળ નીવડી શકે.

શા માટે બદલાવનો વિચાર આવ્યો?

એવું માનવામાં આવતું હતું કે પેરિસમાં રાખવામાં આવેલા આ સિલિન્ડર પર પ્રદુષણની અસર થઈ શકે છે. આ સિલિન્ડરને એકદમ સુરક્ષિત રાખવામાં આવે છે. આમ છતાં વૈજ્ઞા।નિકોનું કહેવું હતું કે એના પણ થોડી ધૂળ જામી હશે. સફાઈ કરતી વખતે ઘર્ષણથી એના વજનમાં સૂક્ષ્મ ફેરફાર થયો હશે.

નવી પદ્ધતિ

નવી પદ્ધતિ પ્લેન્ક કોન્સ્ટન્ટ એક ગણિતિક સૂત્ર છે. એના પર પ્રદુષણ, ઘર્ષણ કે બહારના તત્વોની અસર નહીં થાય. એના વપરાશ માટે આખા વિશ્વના વૈજ્ઞા।નિકો વચ્ચે સહમતી બની છે. ઓસ્ટ્રેલિયાના મેટ્રોલોજી વિષયના નિષ્ણાત બેરી ઈંગ્લિશનું કહેવું છે કે અગાઉની પદ્ધતિમાં જે થોડી ઘણી ભૂલની માત્રા હતી એ પણ સમાપ્ત થઈ છે. અમેરિકાના ભૌતિક વિજ્ઞા।ની અને નોબેલ પારિતોષિક વિજેતા વિલિયમ ફિલિપ્સે આ ઘટનાને ફ્રાંસની ક્રાંતિ બાદની સૌથી મોટી ઘટના ગણાવી છે. એ બાદ માપ માટે મેટ્રિક પદ્ધતિ એટલે કે મીટર અને કિલોગ્રામ ચલણમાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post આખરે બદલાઈ ગઈ કિલોગ્રામની પરિભાષા, જોકે વજન માપમાં કોઈ ફેર નહીં પડે appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/ultimately-changed-to-kilograms/
via Best Gujarati News

0 Comments