પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને ઈફ્તાર માટે ઈસ્લામાબાદમાં એકત્રિત થયેલી વિપક્ષી પાર્ટીઓ પર નિશાના સાંધતાં તેમને દેશના આર્થિક સંકટ અને વિદેશી દેવા માટે જવાબદાર ઠેરવ્યા હતા. પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાજના નેતા મરિયમ નવાજે એકજૂટતા પ્રદર્શિત કરવા માટે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના પ્રમુખ બિલાવલ ભુટ્ટો સાથે ઈફ્તાર પાર્ટીમાં મુલાકાત કરી હતી.

પ્રથમ વખત મરિયમ અને બિલાવલનો આમનો સામનો થયો હતો. જ્યારે દિવંગત માતા બેનજીર ભુટ્ટો જેલમાં બંદ પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફની પ્રતિદ્ધંદી હતા. પણ બાદમાં બંનેને સૈન્ય શાસક પરવેઝ મુશર્રફ વિરુધ્ધ એકબીજા સાથે હાથ મિલાવ્યો હતો.

ઈફ્તારમાં નેશનલિસ્ટ પાર્ટી નેતા અસફંદિયાર વલી, પશતૂનખ્વા મિલિ આવામી પાર્ટીના પ્રમુખ મહમૂદ ખાન અચકજઈ સહિત વિપક્ષના અન્ય નેતાઓ સામેલ થયા હતા. ખાને કહ્યું કે, વિપક્ષી નેતાઓ લોકતંત્ર બચાવના નામે એકત્રિત થયા છે. હકીકતમાં તે લોકો જ દેશના હાલના સંકટ માટે જવાબદાર છે.

ખાને કહ્યું કે, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ સરકારે એવા કઠિન સમયમાં કાર્યભાર સંભાળ્યો છે, જ્યારે દેશનું દેવું ઐતિહાસિક રીતે અત્યાધિક હતું તેઓએ કહ્યું કે, રાષ્ટ્ર પ્રગતિ માટે આશાન્વિત છે, અને તે સાબિત કરશે કે પાકિસ્તાન ક્ષેત્રમાં શીર્ષ પર રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post અમારી કોઈ ભૂલ નથી, આ લોકોને કારણે પાકિસ્તાન થયું કંગાળઃ ઈમરાન ખાન appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/imran-khan-blames-opposition-parties-for-economy-crisis/
via Best Gujarati News

0 Comments