દેવાળિયા પાકિસ્તાનના બુરે દિન, ચીનનાં દેવાને લઈને IMFએ મુકી આકરી શરત
પાકિસ્તાનમાં આર્થિક સંકટ દિવસે ને દિવસે વિકટ બનતું જાય છે. અને તેમાં પણ આઈએમએફ પાસે રાહત પેકેજ માગ્યા બાદ પાકિસ્તાનની હાલત વધારે બગડી છે.
આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષએ 6 અરબ ડોલરનાં દેવા માટે પાકિસ્તાન પાસે ચીન, યુએઈ અને સાઉદી અરબને દેવાની ચૂકવણીની સમયસીમા વધારવાની લેખિત ગેરંટી લાવવાની શરત રાખી છે.
એક આધિકારિક સુત્રોએ જણાવ્યું કે, આઈએમએફની શરત મુજબ, અમે મિત્ર દેશો પાસેથી લેવાયેલ દેવાની ચૂકવણીની સમયસીમા વધારવાને લઈને લેખિત આશ્વાસન લાવવા માટેના પ્રયાસો ચાલુ કરી દીધા છે.
પાકિસ્તાનના વિત્ત મંત્રાલય આ મામલે કામ કરી રહ્યો છે. આ અગાઉ આઈએમએફે કોઈપણ દેશને બેલઆઉટ પેકેજ આપવા માટે આ પ્રકારની શરત રાખી નથી. આ આઈએમએફના ઈતિહાસમાં પહેલીવાર છે, જ્યારે તેણે કોઈ દેશ માટે આવી શરત મૂકી હોય.
આના પરથી સ્પષ્ટ થાય છે કે, આઈએમએફે પાકિસ્તાનને ખૂબ જ આકરી શરતો પર રાહત પેકેજ આપ્યું છે. પોતાના દેવાની ચૂકવણી સુનિશ્ચિત કરવા માટે આઈએમએફે ઈમરાન ખાનની સરકાર માટે તમામ પડકારોને ઉભા કરી દીધા છે.
પાકિસ્તાનને ચીન પાસેથી લગભગ 19 કરોડ ડોલરનું દેવું લીધું છે, સાઉદી અરબથી 3 અરબ ડોલર અને યુએઈથી 2 અરબ ડોલરનું દેવું લીધું છે. સુત્રો પ્રમાણે, આઈએમએફની પાકિસ્તાન પાસે આ માગ હેરાન કરવાવાળી છે, કેમ કે વિશ્લેષકોનું માનવું છે કે, આ આંતરરાષ્ટ્રીય પ્રાવધાનો વિરુધ્ધ છે.
ખાસ કરીને ચીની વ્યવસાયિક બેંકોના દેવાની ચૂકવણીને લઈને આઈએમએફએ આ શરત મૂકીને પાકિસ્તાનના આર્થિક પ્રબંધકોને પડકારરૂપ સ્થિતિમાં મૂકી દીધા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post દેવાળિયા પાકિસ્તાનના બુરે દિન, ચીનનાં દેવાને લઈને IMFએ મુકી આકરી શરત appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/imf-ask-certificates-from-pakistan-for-loans-roll-over/
via Best Gujarati News
0 Comments