તજાકિસ્તાનની એક જેલમાં મામલો બિચક્યો હતો અને જેના લીધે 32 લોકોનાં મોત થયા છે. મૃતકોમાં ઈસ્લામિક સ્ટેટના 24 સદસ્ય અને 3 ગાર્ડ સામેલ છે. ન્યાય મંત્રાલયે સોમવારે આપેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે રાજધાની દુશાંબે પાસે આલેવી એક જેલમાં રવિવારે સાંજે મામલો બગડ્યો હતો. આપેલા નિવેદન પ્રમાણે મામલો જ્યારે બગડ્યો ત્યારે ISનાં કેદીઓએ 5 કેદી અને 3 ગાર્ડને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

મંત્રાલયના રિપોર્ટ અનુસાર ISનાં આતંકીઓએ ચાકુ અને ધારદાર હથિયારો વડે ત્યાંનાં કેદીઓ પર તેમજ ગાર્ડ પર હુમલો કર્યો હતો. હુમલો કરનારમાંથી એક બેખરુઝ ગુલમુરોદ હતો. તજાકિસ્તાનની સ્પેશિયલ ફોર્સમાં કર્નલ ગુલમુરોદ ખલિમોવનો દિકરો બેખરુઝ ગુલમુરોદ આંતકી બની ગયો હતો અને ત્યા જેલમાં બંધ હતો. ખુદ ગુલમુરોદ ખલિમોવ પણ ISમાં ભરતી થઈ ગયો હતો પણ સીરિયામા યુદ્ધ દરમિયાન તેનું મોત થયું હતું.

મંત્રાલયે આગળ જણાવ્યું કે જેમ જેમ સંઘર્ષ વધતો ગયો એમ પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ. અને સુરક્ષા કર્મીઓએ 24 આતંકીને મારી નાખ્યાં. દુશાંબેથી થોડા જ કિલોમીટર દુર આ જેલમાં 1500 કેદીઓ છે. આ સંઘર્ષ દરમિયાન ઘણા કેદીઓને ઈજા પણ થઈ છે એને હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ તજાકિસ્તાનની આ જેલમાં હમલો થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post આ જેલમાં IS આતંકીઓએ કેદીઓ પર કર્યો હુમલો, 32 લોકોનાં મોત appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/attack-in-tajikistan-jail-and-32-peole-are-dead-terror-attack/
via Best Gujarati News

0 Comments