જેને હિંડોળે જુલાવ્યાં એ શી જિનપિંગ મોદીના જીતવા વિશે વિચારે છે કંઈક આવું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચીન સાથે સંબંધ બનાવવા માટે પાચ વર્ષ સુધી ભારત તરફ લાવવાનો પ્રયત્ન કરતા રહ્યાં. તો વળી મોદી પણ અવારનવાર ચીનના પ્રવાસે જતા હતા. જ્યારે એક્ઝિટ પોલ બહાર આવી ગયા છે ત્યારે ચીનનાં એક સમાચાર પત્રમાં લખ્યું છે કે, એક્ઝિટ પોલમાં મોદીનાં નેતૃત્વવાળી ભાજપની સરકાર આવી રહી છે. જો આવું થયું તો એક વાત નક્કી છે કે ચીનનાં ભારત સાથે પહેલા હતાં એવા જ સારા સંબંધો બન્યાં રહેશે.
2107માં લગભગ 50 વર્ષ બાદ ભારતીય અને ચીની સૈનિક સાથે એક મહિના સુધી તણાવની સ્થિતિ રહી હતી. ડોકમાલ વિવાદ બાદ મોદી સરકાર ઓસ્ટ્રેલિયા, જાપાન અને યુએસ પાસે મદદ માટે જવા મજબુર થઈ ગયાં હતા. ચારે દેશોએ ચીન સાથે મુકાબલો કરવા માટે થયેલી બેઠકમાં પણ ભાગ લીધો. જો કે ડોકમાલ વિવાદ બાદ ભારત અને ચીન વચ્ચે કોઈ ખાસ ખેંચતાણ નથી થઈ. એપ્રિલ 2018માં શી જિનપિંગ સાથે મોદીએ મુલાકાત કરી એ બાદ બિંજીંગને શાત કરવા માટે મોદીએ ચીનના વિશેષ કુટનિતીયજ્ઞને પોતાનો વિદેશી સચિવ બનાવ્યો.
ચીન એ ભારતનો સૌથી મોટો વેપારી સાથી દેશ છે. માટે એ રીતે જોવા જઈએ તો આ પગલુ મોદીએ બરાબર ભર્યું હતું. ભારતમાંથી ચીનમાં મિનરલ્સ જતા હતા અને ચીન એ ભારતને મશીનરી અને બીજી પણ ઘણી વસ્તુઓ આયાત કરે છે.
મોદી સરકાર પાંચ વર્ષમાં 1.7 અરબ ડોલરનું રોકાણ વિદેશમાંથી લાવી શકી જ્યારે મનમોહન સરકાર માત્ર 400 મિલિય ડોલર જ લાવી શકી હતી. પીએમ મોદી અમેરિકાનાં ટ્રમ્પને 3 વખત જ મળવા ગયા છે જ્યારે શી જિનપિંગ સાથે 15 વખત મુલાકાત કરી ચૂક્યાં છે. માટે સુત્રોએ એક મોટા અંગ્રેજી સમાચાર પત્ર સાથે વાત કરતા જણાવ્યું કે જો મોદી આ વખતે જીતે છે તો ચીન સાથે ભારતનાં સંબંધો સકારાત્મક દિશામાં આગળ વધતા રહેશે. કિયાને કહ્યું કે, જો મોદી નથી જીતતા અને કૉંગ્રેસ સતામા આવે છે તો પણ વધારે નુકશાન નહીં થાય. કારણ કે ચીન સાથે ભારતનાં સારા સંબંધો ભારતના રાષ્ટ્રીય હિતમાં છે.
કિયાને આગળ કહ્યું કે ચૂંટણી દરમિયાન ભલે નેતાઓ ચીન વિશે જેવું તેવું બોલે પણ એ જીતશે ત્યારે તો એવું જ વિચારશે કે જે રાષ્ટ્રની ભલાઈ માટે હોય. અને મુર્ખાતા ભર્યુ કોઈ પગલું નહીં ભરે. માટે ચીની મીડિયાએ આગળની સરકારને લઈને મોદી સરકાર પર શંકા ઓછી અને આશા વધારે બતાવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post જેને હિંડોળે જુલાવ્યાં એ શી જિનપિંગ મોદીના જીતવા વિશે વિચારે છે કંઈક આવું appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/china-taking-about-modi-and-bjp-government-in-election-2019/
via Best Gujarati News

0 Comments