મોંઘવારીએ પાકિસ્તાનને રાતા પાણીએ રોવડાવ્યું, રમજાન હોવા છતાં આટલી વસ્તુઓ ભાગ્યે જ મળે
નાપાક પાક હવે દિવસે અને દિવસે વધુ કંગાળ બનતું જાય છે. કારણ કે પાકિસ્તાનની સરકાર મોંઘવારી રોકવામાં લગાતાર નિષ્ફળ જઈ રહી છે. અને એના પરિણામમાં ખાવા પીવાની તેમજ રોજીંદા જીવનની વસ્તુઓ વધારે પડતી જ મોંઘી થવા લાગી છે. એક બાજુ રમજાન ચાલી રહ્યો છે છતા પાકિસ્તાનની સરકાર મોંઘવારી પર કાબુ મેળવ્યા વગર બધી વસ્તુઓ મોંધી જ વેચી રહી છે. હાલ એવો છે કે પાકિસ્તાનમાં દુધ 130 રૂપિયે લિટર વેચાઈ રહ્યું છે. સફરજન 400 રૂપિયે કિલો તો સંતરા 360 રૂપિયે કિલો અને કેળા 150 રૂપિયે ડઝન વેચાઈ રહ્યા છે.
એટલું ઓછું હોય એમ મટનનો ભાવ પણ આસમાને છે. પાકિસ્તાનમાં મટન 1100 રૂપિયે કિલો થઈ ગયું છે. માર્ચની સરખામણીએ જો મેં મહિનાની વાત કરીએ તો ડુંગળી 40%, ટામેટા 19% અને મગદાળમાં 13%નો વધારો જોવા મળી રહ્યો છે. તો ઘરવખરીની વસ્તુઓ જેવી કે ખાંડ, ફળ-ફળાદિ, મસાલા, ઘી, ચોખા, તેલ. ચાય વેગેરેમાં 10%નો વધારો થયો છે. હવે તો સરકાર પર ત્યાનાં લોકો એટલા ગુસ્સે છે કે સોશિયલ મીડિયામાં સરકારની નિતીઓનો વિરોધ કરી રહ્યાં છે. અને જે લોકોએ ત્યાં સર્વે કર્યો છે એનું કહેવું તો એમ છે કે પાકિસ્તાનની સરકાર પરથી વેપારીઓને તો વિશ્વાસ જ ઉઠી ગયો છે.
નાણા જાણકારોનું કહેવું છે કે આ બધી મોંધવારી આવી એનો સંબંધ આઈએણએફ સાથે કરેલ 6 અરબ ડોલરના પેકેજ સાથે છે. જે પણ સંબંધ કે કરાર હોય એ પાકિસ્તાનની જનતા સામે લાવવો જોઈએ. તેમજ પાકિસ્તાનની શેર માર્કેટ પણ ખતમ થઈ ગઈ છે. હાલત ત્યાં આવીને ઉભી છે કે બધા વેપારીઓએ હવે નક્કી કર્યું કે એક માર્કેટ સપોર્ટ ફંડ બનાવીને સરકારને મદદ કરીએ. હવે પાકિસ્તાનનું નાણું આખા એશિયામાં નબળુ બની ગયું છે. એક ડોલરનું મુલ્ય લગભગ 150 પાકિસ્તાની રૂપિયા જેટલું થઈ ગયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post મોંઘવારીએ પાકિસ્તાનને રાતા પાણીએ રોવડાવ્યું, રમજાન હોવા છતાં આટલી વસ્તુઓ ભાગ્યે જ મળે appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/pakistan-people-in-trouble-in-ramzaan-beacuse-of-inflation/
via Best Gujarati News
0 Comments