ભારતની સાથે દરેક કૂટનીતિક ક્ષેત્રમાં ઊંધા માથે પછડાતા હવે પાકિસ્તાન પોતાના દેશમાં પણ અજીત ડોભાલ જેવા અધિકારીની નિમણૂક કરવા માંગે છે. ઇમરાન ખાન સરકારના સૂત્રોના હવાલાથી પાકિસ્તાની મીડિયામાં ખબર છે કે હવે ત્યાં પણ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની જેમ જ કોઇ NSA નિમણૂક કરાય. આપને જણાવી દઇએ કે ઑગસ્ટ, 2018માં પદભાર સંભાળ્યા બાદથી વડાપ્રધાન ઇમરાન ખાને તમામ પેન્ડિંગ મુદ્દા પર શાંતિ વાર્તાને પુન:સ્થાપિત કરવા માટે ભારતથી સંપર્ક સાંધવાની વારંવાર કોશિષ કરી. પરંતુ ભારતે સ્પષ્ટતા કરી દીધી છે કે આતંકવાદ અને વાતચીત સાથે-સાથે ચાલશે નહીં.

આથી ઇમરાન ખાનના નેતૃત્વવાળી પાકિસ્તાન સરકાર ભારતની સાથે પડદાની પાછળની કૂટનીતિને પુન:સ્થાપિત કરવાના વાસ્તે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની નિમણૂક પર સક્રિયતાથી ધ્યાન રાખી રહ્યું છે. સત્તાવાર સૂત્રોએ રવિવારના રોજ આ માહિતી આપી.

એક્સપ્રેસ ટ્રિબ્યુનના મતે સૂત્રોએ કહ્યું કે એનએસની સંભવિત નિમણૂકનો મતલબ ભારતની સાથે પડદાની પાછળ કૂટનીતિને પુન:સ્થાપિત કરવાની છે જેથી કરીને પરમાણુ શક્તિ સંપન્ન બંને પાડોશીઓની વચ્ચે અગત્યના મુદ્દા પર કોઇ વાત બને.

પાકિસ્તાનના વરિષ્ઠ અધિકારીએ નામ ના આપવાની શરતે કહ્યું કે પાકિસ્તાન સરકાર કોઇ રિટાયર્ડ અધિકારીને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિમણૂક કરી શકે છે. અંતિમ નિર્ણય હજુ બાકી છે.

બંને પાડોશી દેશોની વચ્ચેના સંબંધો વધુ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં 14મી ફેબ્રુઆરીના રોજ થયેલા આત્મઘાતી હુમલા બાદ વણસ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post PM મોદીના ‘ખાસ માણસ’ની આખા પાકિસ્તાનમાં શોધ શરૂ, ઇમરાન ખાન થયા ફિદા appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/pakistan-considering-appointing-nsa-to-resume-backchannel-diplomacy/
via Best Gujarati News

0 Comments