પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝની નેતા મરિયમ આજકાલ સંબધો સુધારવાની વાત કરતી જોવા મળી રહી છે. કારણ કે પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભૂટ્ટો દ્વારા રવિવારે એક ઈફ્તાર રાત્રિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. એ રાત્રિ ભોજનમાં મરિયમ જોવા મળી હતી. આ પહેલો એવો મોકો હતો કે જ્યારે મરિયમ અને બિલાવલ એકબીજા સાથે સીધી વાતચીત કરી રહ્યાં હોય. આ પહેલા બંન્ને ક્યારેય ફેસ ટુ ફેસ નહોતા મળેલા.

આ મુલાકાત પાછળ પ્રશ્નો એટલા માટે ઉભા થાય છે કે બિલાવલની માતા બેનરજી ભૂટ્ટો અને મરિયમનાં પિતા નવાઝ શરીફ ક્યારેય એક-બીજાને નહોતા મળ્યાં. કારણ કે બંન્ને એક-બીજાના સખત વિરોધી હતા. જો કે પરવેજ મુશર્રફ સેન્ય શાસનનો વિરોધ કરવો હતો ત્યારે બંન્નેએ હાથ મિલાવ્યો હતો. બિલાવટ ભૂટ્ટોએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર કેટલાક ફોટો અપલોડ કર્યા છે જેમાં મરિયમ અને બિલાવલ સાથે બેઠેલા જોવા મળે છે.

આ ઈફ્તારમાં અવામી નેશનલ પાર્ટીનાં નેતા અસફંદ્યાર વલી, પખ્તૂનખ્વા મિલ્લી, અધ્યક્ષ મહમૂદ ખાન અને બીજા વિપક્ષી નેતાઓએ પણ રાત્રિ ભોજનમાં ભાગ લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post નવાઝ શરીફની દિકરીનું વિરોધીના ઘરે રાત્રિ ભોજન, ખુદ બિલાવલ ભૂટ્ટોએ કર્યો ધડાકો appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/first-time-maryam-nawaz-sharif-met-bilawal-bhutto-face-to-face/
via Best Gujarati News

0 Comments