‘એક્ઝિટ પૉલ’ ભાજપમાં ઉજવણીનો માહોલ, અમિત શાહે કર્યું ખાસ પ્લાનિંગ
લોકસભાની ચૂંટણી પુરી થઈ છે પણ હજુ પરિણામો સામે આવવાના બાકી છે, પરંતુ ભાજપમાં તો અત્યારથી જ ખુશીનો માહોલ છવાઈ ગયો છે. આ ખુશીનો માહોલ સામે આવેલા એક્ઝિટ પોલને આભારી છે. એક તરફ વિપક્ષમાં એક્ઝિટ પોલ બાદ ધમાધમની સ્થિતિ સર્જાઈ છે તો બીજી બાજુ ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મંગળવારે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)ના તમામ નેતાઓને તેમના નિવાસસ્થાને ‘ડિનર’ માટે બોલાવ્યા છે.
મોટા ભાગના ‘એક્ઝિટ પૉલ’ માં એનડીએની સરકાર બનશે તેવી ભવિષ્યવાણી કરવામાં આવ્યા બાદ અમિત શાહ તરફથી આ ડિનર પાર્ટી યોજવામાં આવી છે. જેમાં 23મે ના રોજ પરિણામો આવ્યા બાદ નવી સરકારમાં કોની શું ભૂમિકા હશે તે અંગેની ચર્ચા માટે અહીં ચર્ચાવિચારણા કરવામાં આવશે તેમ માનવામાં આવી રહયું છે.
આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે કેબિનેટના તમામ મંત્રીઓ સાથે મુલાકાત કરશે. આ મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અમિત શાહ પણ હાજર રહેશે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પીએમ મોદી સોમવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતને પણ મળી શકે છે.
આમ એક તરફ ભાજપમાં ઉજવણીનો અને આગામી સરકાર રચવાને લઈને રણનીતિ બનાવવાનો માહોલ છે તો બીજી બાજુ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ સોમેવારે બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વિપક્ષી દળોએ ‘એક્ઝિટ પૉલ’ના અનુમાનોને નકારી કાઢ્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનરજીએ ‘એક્ઝિટ પૉલ’ ને ‘અટકલબાજી’ ગણાવીને આ પ્રકારના સર્વેક્ષણો ઉપર તેમને ભરોસો નહિ હોવાનું જણાવતા કહ્યું હતું કે આ પ્રકારની ‘રણનીતિ’ નો ઉપયોગ ઇવીએમમાં ‘ગડબડ’ કરવા માટે ઉપયોગમાં લેવાય છે.
આ વીડિયો પણ જુઓ
એગ્ઝિટ પોલના આંકડાઓથી વિપક્ષના તમામ પાસા ઉંધા
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ‘એક્ઝિટ પૉલ’ ભાજપમાં ઉજવણીનો માહોલ, અમિત શાહે કર્યું ખાસ પ્લાનિંગ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/amit-shah-to-host-a-dinner-for-union-council-of-ministers-and-nda-leaders/
via Best Gujarati News
0 Comments