EXIT POLLSના પરિણામ બાદ વિપક્ષ અત્યારથી જ EVMની બૂમો પાડવા લાગ્યું
એક્ઝિટ પોલમાં મોદી સરકારને ફરીથી બહુમત મળતાં વિપક્ષી પક્ષોએ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM)ને લઈ શોર મચાવવાનું શરૂ કરી દીધું છે. ઈવીએમમાં છેડછાડની આશંકા સાથે વિપક્ષી પક્ષોએ સવાલ ઉઠાવવાના શરૂ કરી દીધા છે. VVPAT કાઉન્ટ અને EVMમાં દાખલ વોટ અલગ-અલગ આવે તો આમ આદમી પાર્ટીના સંજય સિંહે ચૂંટણી રદ કરવાની માગ અત્યારથી જ કરી દીધી છે. તો આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુએ મતગણતરીની પ્રક્રિયાઓમાં કેટલીય સમસ્યાઓને લઈને ચૂંટણી પંચને ચિંતાઓ દૂર કરવા માટે માગ કરી છે. ચૂંટણી પંચ અનેકવાર કહી ચૂક્યું છે કે, ઈવીએમમાં કોઈ છેડછાડ શક્ય નથી, તેમ છતાં વિપક્ષ હંમેશા ઈવીએમ પર સવાલ ઉઠાવતું આવ્યું છે.
કોંગ્રેસને આવી ષડયંત્રની ગંધ
પરિણા પહેલાં મુખ્ય વિપક્ષી પક્ષ કોંગ્રેસ પણ ઈવીએમને શંકાની નજરે જોઈ રહ્યું છે. કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ કહ્યું કે, જો એક્ઝિટ પોલ જેવાં જ પરિણામ આવ્યા તો, તેનો મતલબ સ્પષ્ટ છે કે, ઈવીએમમાં છેડછાડ થઈ છે. અલ્વીએ ત્યાં સુધી કહી દીધું કે, 2018માં મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસની જીત પણ એક ષડયંત્ર હતું. તેઓએ કહ્યું કે, લોકસભામાં કોઈ ઈવીએમ પર સવાલ ન ઉઠાવે એટલાં માટે જાણી જોઈને ત્રણ રાજ્યોની ચૂંટણીમાં છેડછાડ કરવામાં ન આવી.
આ પહેલાં, રવિવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને ચૂંટણી પંચ સામે સવાલ ઉઠાવ્યા હતા. ગાંધીએ આરોપ લગાવ્યો કે, પંચે મોદીની સામે આત્મસમર્પણ કરી દીધું છે. જો કે, રાહુલે ટ્વીટ કર્યું તે સમયે એક્ઝિટ પોલના પરિણામ આવ્યા ન હતા.
From Electoral Bonds & EVMs to manipulating the election schedule, NaMo TV, “Modi’s Army” & now the drama in Kedarnath; the Election Commission’s capitulation before Mr Modi & his gang is obvious to all Indians.
The EC used to be feared & respected. Not anymore.
— Rahul Gandhi (@RahulGandhi) May 19, 2019
આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે, મતગણતરીની પ્રક્રિયામાં કેટલીય સમસ્યાઓ છે. ચૂંટણી પંચે એ તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે પગલાં ભરવા જોઈએ. ઈવીએમને લઈને અનેક અફવાઓ છે, જેમાં પ્રિન્ટર્સ સાથે છેડછાડ થવાની અને કંટ્રોલ પેનલને બદલી લેવાની અફવા પણ સામેલ છે.
AP CM N Chandrababu Naidu: There are many problems in counting process. The EC should take steps to resolve all those problems. There are many rumours regarding EVMs, including that printers may be manipulated &that control panels will be changed. EC has given scope for suspicion pic.twitter.com/UOlmQRoErm
— ANI (@ANI) May 20, 2019
યેચુરીઃ EVM-VVPAT કાઉન્ટ અલગ-અલગ હોય તો શું થશે?
સીપીએમ મહાસચિવ સીતારામ યેચુરીએ ટ્વીટ કર્યું કે, ઈવીએમમાં દાખલ વોટ અને વીવીપેટના કાઉન્ટ અલગ-અલગ હોય તો શું થશે, તેને લઈને હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી. તેઓએ ટ્વીટ કરતાં લખ્યું કે, વીવીપેટ અને ઈવીએમના આંકડાને ળઈ ચૂંટણી પંચે હજુ સુધી કોઈ પ્રક્રિયા જ નક્કી કરી શક્યું નથી કે મિસમેચ થયું તો શું થશે.
On VVPATs & the EVM tally, the EC is yet to come out with a procedure in case there is a mismatch! Even if there is one mismatch in the VVPAT samples picked for counting and EVMs, to maintain integrity of the electoral process, all VVPATs in that assembly segment must be counted
— Sitaram Yechury (@SitaramYechury) May 20, 2019
એક્ઝિટ પોલની પાછળ મમતાને લાગે છે ષડયંત્ર
એક્ઝિટ પોલના પરિણામને બંગાળના સીએમ મમતા બેનર્જીએ એમ કહીને ફગાવી દીધા કે, આ એક ગેમ પ્લાન હેઠળ છે. તેઓએ ટ્વીટ કર્યું કે, હું એક્ઝિટ પોલની ગોસિપમાં વિશ્વાસ નથી કરતી. આ ગેમ પ્લાનથી ઈવીએમમાં છેડછાડ કરવામાં આવે, અથવા હજારો ઈવીએમને બદલી દેવામાં આવે. હું તમામ વિપક્ષી પક્ષોને એકજૂટ, મજબૂત રહેવા અપીલ કરું છું.
I don’t trust Exit Poll gossip. The game plan is to manipulate or replace thousands of EVMs through this gossip. I appeal to all Opposition parties to be united, strong and bold. We will fight this battle together
— Mamata Banerjee (@MamataOfficial) May 19, 2019
AAPને એક્ઝિટ પોલની પાછળ દેખાઈ રહ્યો છે EVMનો ખેલ
આપના રાજ્યસભાના સાંસદ સંજય સિંહે કહ્યું કે, જો વીવીપેટની સંખ્યા અને ઈવીએમના વોટ અલગ અલગ આવ્યા તો ચૂંટણી રદ કરી દેવી જોઈએ. સિંહને મમતાના ટ્વીટને રિટ્વીટ કરતાં લખ્યું કે, શું ખરેખરનો ખેલ ઈવીએમ છે? શું પૈસા આપીને એક્ઝિટ પોલ કરવામાં આવ્યો છે? યુપી, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, દિલ્હી, બંગાળ દરેક જગ્યાએ બીજેપી જ જીતી રહી છે, એ કોણ વિશ્વાસ કરશે?
क्या असली खेल EVM है? क्या पैसे देकर EXIT POLL कराया गया? यू पी, बिहार, मध्य प्रदेश, राजस्थान, छत्तीसगढ़, गुजरात, महाराष्ट्र, कर्नाटक, दिल्ली, बंगाल हर जगह BJP ही जीत रही है ये कौन यक़ीन करेगा? सभी दल EC से मिलकर VVPAT-EVM के मिलान में गड़बड़ी पर Election रद्द करने की माँग करें। https://t.co/Cpe0skWVGR
— Sanjay Singh AAP (@SanjayAzadSln) May 19, 2019
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post EXIT POLLSના પરિણામ બાદ વિપક્ષ અત્યારથી જ EVMની બૂમો પાડવા લાગ્યું appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/opposition-cries-over-evm-manipulation-after-exit-poll/
via Best Gujarati News
0 Comments