પશ્ચિમ બંગાળના આસહસોલથી ભાજપના સાંસદ બાબુલ સુપ્રિયોએ સોમવારે પોતાના ટ્વિટર એકાઉન્ટર પર એક ફોટો શેર કર્યો છે. જેમાં તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને જોરદાર ટોણો માર્યો છે. આ ફોટોમાં તેમણે લખ્યું છે કે, ‘આયેગા તો રાહુલ ગાંધી હી’. સાથે જ તેમને આ ફોટોની નીચે લખ્યું છે કે, ‘થાઈલેન્ડ ટૂરિઝમ’.

બાબુલ સુપ્રિયોએ એક્ઝિટ પોલના સામે આવેલા આંકડામાં કોંગ્રેસને લોકસભાની ચૂંટણીમાં ભારે નુંકશાન થઈ રહ્યું હોવાનું અનુમાન વ્યક્ત કરતા આ ટોણો માર્યો છે.

બાબુલ સુપ્રિયોએ ટ્વિટમાં ફોટો શેર કરતા ટાઈટલ લખ્યું છે કે, ‘આમાં મદદ ના કરી શકુ, પરંતુ શેર કરી દીધો. જેને પણ આ ફોટો બનાવ્યો છે તે પ્રભાવશાળી વક્તિ છે’.

ઉલ્લેખનીય છે કે, ભાજપ સાંસદે ગત 16મેએ વિપક્ષી મહાગઠબંધનને ‘મહાઠગબંધન’ ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘ભારતના લોકો ‘મહાઠગબંધન’ને ક્યારેય મત નહીં આપે, કારણ કે આ લોકો હંમેશા પોતાને રાજનીતિથી ઉપર માને છે.

આ વીડિયો પણ જુઓ

એગ્ઝિટ પોલ પર રાજકીય ગરમાવો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ભાજપના સાંસદ બાબુલ સુપ્રિયોએ ટ્વિટર પર કેમ લખ્યું, ‘આયેગા તો રાહુલ ગાંધી હી’? appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/bjp-leader-babul-supriyo-wrote-on-twitter-ayega-to-rahul-gandhi-hi/
via Best Gujarati News