પુણેની ઇલેક્ટ્રિક મોટરસાઇકલ કંપની Tork Motors આ વર્ષના અંત સુધીમાં Tork T6X બાઇક લોન્ચ કરશે. આ ઇલેક્ટ્રિક બાઇકની પૂર્વ બુકિંગ શરૂ થઈ ગઈ છે. કિંમતની જાહેરાત લોન્ચ સમયે થશે અને તેની ડિલિવરી પણ વર્ષના અંત સુધીમાં શરૂ થશે. ટોર્ક મોટર્સે બાઇકનો ટીઝર વીડિયો રજૂ કર્યો છે, જેમાં તે અંડરપાસથી ઝડપથી પસાર થઈ રહી છે. ઉલ્લેખનિય છે કે ભારતમાં ઈલેક્ટ્રીક મોબિલિટી ઝડપથી વિકાસ પામી રહ્યું છે. ઈલેક્ટ્રીક વાહનો લોન્ચ કરવા માટે કંપનીઓ વચ્ચે સ્પર્ધા થઇ રહી છે. ત્યારે Tork Motors સ્થાનિક માર્કેટમાં પોતાની નવી ઈલેક્ટ્રીક બાઈક Tork T6Xને લોન્ચ કરવા જઈ રહી છે.

Tork T6Xને કંપની આ વર્ષના અંત સુધીમાં લોન્ચ કરી શકે છે, તે વખતે જ તેની ઓરીજનલ કિંમતની જાહેરાત કરવામાં આવશે. Tork T6Xની સૌથી ખાસ વાત એ છે કે, આ બાઈક સિંગલ ચાર્જમાં 100 કિલોમીટર સુધી ચલાવી શકાય છે. આ બાઈકને સંપૂર્ણ રીતે ભારતમાં જ તૈયાર કરવામાં આવી છે. આ બાઈક 85થી 100 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે દોડવામાં સક્ષમ છે. કંપનીએ આ બાઈકના ફ્રેમ પર વિશેષ કામ કર્યું છે, જેથી તેને વજનમાં હલકું રાખી શકાય, જેથી બાઈકની રાઈડિંગ રેન્જ અને ડ્રાઈવિંગ એક્સપેરિયન્સ બંનેને વધુ સરળ બનાવશે.

આ બાઈકમાં કંપનીએ 4.3 ઈંચનો ટીએફટી સ્ક્રીન ટેકનોલોજીનો પણ ઉપયોગ કર્યો છે, જે બાઈકની સ્પીડ, કિલોમીટરની રેન્જ, ટાઈમ વગેરે જેવી જાણકારીઓ બતાવશે. આ ઉપરાંત Tork T6X લગભગ 1 કલાકમાં જ 80% સુધી ચાર્જ થઈ જાય છે. આ બાઈકમાં ક્લાઉડ કનેક્ટિવિટી ફીચર પણ સામેલ કરવામાં આવી છે, જેનાથી તમે સ્માર્ટફોનને પણ કનેક્ટ કરી શકશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post Tork T6X બાઈક ભારતમાં થશે લોન્ચ, ફુલ ચાર્જિંગમાં ચાલશે 100KM appeared first on Sandesh.



from Technology – Sandesh http://sandesh.com/tork-motors-to-launch-tork-t6x-electric-motorcycle-by-year-end/
via Best Gujarati News

0 Comments