આવા રંગની કારમાં ભયંકર લાગે છે ગરમી, માઇલેજ પર પણ પડે છે અસર
ગરમીનો પારો પોતાના ચરમ પર છે. તાપમાન લગભગ 40 ડિગ્રી ઉપર જ રહે છે. આવામાં ઘરથી બહાર નીકળવું ઘણું જ મુશ્કેલ હોય છે. જે લોકો પાસે AC કાર છે તેમને થોડીક રાહત મળે છે, પરતું તાપમાનની અસર એટલી વધારે હોય છે કે ઘરેથી નીકળીને AC કારમાં ઘુસવા છતા તમારે થોડી રાહ જોવી પડે છે કે કારની અંદર ઠંડક થાય. શું તમને ખબર થે કે તમારા કારનાં રંગથી પણ ગરમીની અસર વધારે હોય છે.
વિજ્ઞાનની એટલી સમજ તો દરેકને છે કે સફેદ રંગ સૂર્યનાં પ્રકાશને વધારે રિફ્લેક્ટ કરે છે, જ્યારે કાળો રંગ સૂર્યનાં પ્રકાશને સૌથી વધારે શોષી લે છે. આ કારણે જો તમારી કાર સફેદ, સિલ્વર અથવા આછા રંનની છે તો આ પ્રકાશને ઓછો શોષ છે અને વધારે રિફ્લેક્ટ નહીં કરે. આનાથી કાર ઓછી ગરમ થશે. બીજી તરફ જો તમારી કાર કાળા અથવા ડાર્ક કલરમાં છે તો તેની બૉડી વધારે ગરમ થશે. કાળા અને ડાર્ક કલરની કારો ફક્ત 5 ટકા સૂર્યની રોશની રિફ્લેક્ટ કરી શકે છે. સફેદ અને આછા રંગની કારો 60 ટકા સૂર્યનાં કિરણોને રિફ્લેક્ટ કરે છે.
જ્યારે તમે કારનું AC ચલાવો છો તો તેની અસર માઇલેજ પર પણ પડે છે. આ માટે ઠંડીની સીઝનમાં ગરમીનાં મુકાબલે વધારે સારું માઇલેજ મળે છે. જો તમારી કાર કાળા અથવા ડાર્ક કલરની છે તો AC વધારે ચલાવશો, જેનાથી માઇલેજ વધારે ઓછું મળશે. એ જ રીતે તમારી કાર જો આછા અને સફેદ રંગમાં છે તો સારું માઇલેજ આપશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post આવા રંગની કારમાં ભયંકર લાગે છે ગરમી, માઇલેજ પર પણ પડે છે અસર appeared first on Sandesh.
from Technology – Sandesh http://sandesh.com/more-heat-reflects-in-this-type-of-cars/
via Best Gujarati News
0 Comments