આ ટેલિકોમ કંપની આપી રહી છે માત્ર રૂપિયા 16માં 1 જીબી ડેટા પ્લાન, જાણો અન્ય લાભ
વોડાફોન તેના વપરાશકર્તાઓ માટે લાંબા સમયથી કોઇ નવી યોજના લાવી નથી. જો કે, વોડાફોને હવે તેના વપરાશકર્તાઓ માટે ફિલ્મી રીચાર્જ લાવ્યું છે. વોડાફોન ફિલ્મી રિચાર્જ રૂ. 16 માં 1 જીબી ડેટા બેનિફિટ આપશે. તેની માન્યતા 24 કલાક એટલે કે 1 દિવસ રહેશે. રિલાયન્સ જિયો ભારતીય બજારમાં આવ્યા પછી, ડેટાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. 2016માં, ટેલિકોમ સબ્સ્ક્રાઇબર્સને 1 જીબી ડેટા માટે સરેરાશ 205 ચૂકવવા પડ્યા હતા, પરંતુ હવે વોડાફોન પ્રિપેઇડ વપરાશકર્તાઓ 24 કલાક માટે રૂ. 16 ચૂકવીને 1 જીબી ડેટાનો લાભ મેળવી શકે છે. આ પ્લાન આઇડિયા સેલ્યુલર સબ્સ્ક્રાઇબર્સ માટે પણ ઉપલબ્ધ છે.
ઉલ્લેખનિય વોડાફોનનો આ ડેટા માત્ર પ્રિપેઇડ પ્લાન છે. આ પ્લાન આઈડિયા યૂઝર્સ માટે પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ ડેટા ફિલ્મી પ્લાન વોડાફોનના પ્રીપેડ સબ્સક્રાઇબર્સ માટે ઉપલબ્ધ રહેશે. તેમાં કોઈ ટોકટાઇમ અથવા એસએમએસ આપવામાં આવતા નથી. આ ઇન્ટરનેટ પેકમાં એક દિવસ માટે 1 જીબી 2 જી અથવા 3 જી અથવા 4 જી ડેટા મળશે.
આ કંપનીનો ફિલ્મી પ્લાન છે. આ પ્લાન હેઠળ યૂઝર્સ તેમના ફોન પર લેટેસ્ટ બ્લોકબસ્ટર ફિલ્મો જોઈ શકશે. આ ઉપરાંત વોડાફોન યૂઝર્સ માટે અન્ય ઇન્ટરનેટ પેક પણ આપવામાં આવ્યા છે. યૂઝર્સને 29 રૂપિયામાં ઇન્ટરનેટ પેક મળશે. જેમા તેને 18 દિવસ માટે 500 એમબી ડેટા મળશે. આ રીતે 47 રૂપિયાનો પણ એક પ્લાન છે. જેમા યૂઝર્સને એક દિવસ માટે 3જીબી ડેટા મળશે. 92 રૂપિયાના પેકમાં સાત દિવસ માટે 6જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત 218 દિવસની વેલિડીટી સાથે 98 રૂપિયામાં 3જીબી, 49 રૂપિયામાં 1જીબી અને 33 રૂપિયામાં 500 એમબી ડેટા મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post આ ટેલિકોમ કંપની આપી રહી છે માત્ર રૂપિયા 16માં 1 જીબી ડેટા પ્લાન, જાણો અન્ય લાભ appeared first on Sandesh.
from Technology – Sandesh http://sandesh.com/vodafone-brings-affordable-rs-16-filmy-recharge-data-only-prepaid-plan-with-1gb-benefit/
via Best Gujarati News
0 Comments