Hero કંપનીનું આ જોરદાર સ્કૂટર મચાવશે ધૂમ, જાણો કિંમત અને ફિચર્સ
Hero Maestro Edge 125 તાજેતરમાં ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. Hero Destini 125 પછી, તે કંપનીનું બીજુ સ્કૂટર છે, જે 125
સીસી સેગમેન્ટમાં લોન્ચ કરવામાં આવ્યું છે. હીરો મોટોકોર્પે Hero Maestro Edge 125 માં અનેક નવી સુવિધાઓનો ઉમેરો કર્યો છે. ભારતીય બજારમાં તે Honda Graziaથી સ્પર્ધા મેળવશે. આજે અમે તમને આ સ્કૂટરની વિશેષતા અને કિંમત વિશે જણાવીશું. આ ઉપરાંત, અમે આ સ્કૂટરની અન્ય સુવિધાઓ વિશે પણ વિસ્તાર પૂર્વક જણાવીશું.
ઉલ્લેખનિય છે કે આ નવું સ્કૂટર ત્રણ વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. જેમાં કાર્બ્યુરેટર ડ્રમ બ્રેક, કાર્બ્યુરેટર ડિસ્ક બ્રેક અને ફ્યુલ ઇન્જેક્ટેડ વેરિયન્ટ સામેલ છે. તમને જણાવી દઇએ કે, માર્કેટમાં આની ટક્કર ટીવીએસ એનટોર્ક અને હોન્ડા ગ્રાજિયા જેવા સ્કૂટર્સ સાથે થશે. કંપનીની ડીલરશિપ પર નવા સ્કૂટરનું બુકિંગ કરાવી શકાય છે. આ મહિનાના અંત સુધી આની ડિલીવરી શરૂ થઇ જશે.
હીરોના આ નવા સ્કૂટરમાં પણ Destini 125 વાળું 125cc એન્જિન છે. માએસ્ટ્રો એજ 125નું ફ્યુલ ઇન્જેક્ટેડ વેરિયન્ટ દેશનું પહેલું ફ્યુલ ઇન્જેક્ટેડ સ્કૂટર છે. આ વેરિયન્ટમાં આ એન્જિન 7,000rpm પર 9.2hp પાવર અને 5,000rpm પર 10.2Nm પીક ટોર્ક જનરેટ કરે છે. કાર્બ્યુરેટર વેરિયન્ટમાં આ એન્જિન 6,750rpm પર 8.83hp પાવર અને 5,000rpm પર 10.2Nm ટોર્ક જનરેટ કરે છે. હીરોની સ્ટાર્ટ-સ્ટોપ ટેક્નોલોજી (Hero i3S) આપવામાં આવી છે, જેનાથી આની એવરેજ સારી રહેશે. ઉપરાંત સ્કૂટરમાં સીટની નીચે યુએસબી પોર્ટ આપવામાં આવ્યું છે. આના ફ્રન્ટમાં ટેલેસ્કોપિક ફોર્ક અને રિયરમાં મોનોશોક સસ્પેન્શન છે. સ્કૂટરનું ફ્રન્ટ વ્હીલ 12 ઇંચ અને રિયર વીલ 10 ઇંચનું છે. તે 4 મેટ ફિનિશ કલર ઓપ્શન બ્લુ, બ્રાઉન, ગ્રે અને રેડમાં ઉપલબ્ધ છે.ડેસ્ટિની 125 બાદ હીરોનું આ બીજું 125ccનું સ્કૂટર છે.
Hero Maestro Edge 125 કિંમત:
નવા Hero Maestro Edge 125 ના Carb મોડેલના ડ્રમ બ્રેક ધરાવતા મોડલની દિલ્હી એક્સ શોરૂમ કિંમત 58,500 રૂપિયા છે. તેમજ તેના ડિસ્ક બ્રેક વેરિએન્ટ્સની દિલ્હી એક્સ શોરૂમ કિંમત 60,000 રૂપિયા છે. તથા FI વેરિએન્ટ્સ દિલ્હી એક્સ શોરૂમની કિંમત 62,700 ની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post Hero કંપનીનું આ જોરદાર સ્કૂટર મચાવશે ધૂમ, જાણો કિંમત અને ફિચર્સ appeared first on Sandesh.
from Technology – Sandesh http://sandesh.com/hero-maestro-edge-125-best-for-you/
via Best Gujarati News
0 Comments