રિલાયન્સ જીઓ બ્રોડબેન્ડ અને ડીટીએચ સેક્ટરમાં ઝડપથી તેની જગ્યા બનાવવા માંગે છે અને તેના બદલામાં ગ્રાહકો માટે ઘણા આકર્ષક પ્લાન લઇને આવી રહ્યું છે. રિલાયન્સ જીઓ તરફથી ગીગાફાઇબર એફટીટીઆઇ (ફાઇબર ટુ ધ હોમ) સેવા થોડા મહિનાની અંદર શરૂ થઈ રહી છે. અને હવે તે પ્લાન સંબંધિત માહિતી આવી છે. Gigafaibr ‘ટ્રિપલ પ્લે’ સહિતના કેટલાય પ્લાન લઇ બજારમાં આવશે. ટ્રીપલ પ્લેમાં ડીટીએચ, બ્રોડબેન્ડ અને લેન્ડલાઇન સેવા તમામ ત્રણ કનેક્શન્સ પર ઉપલબ્ધ થશે.

ઉલ્લેખનિય છે કે એક અહેવાલ પ્રમાણે Reliance Jio GigaFiber 600 રૂપિયા પ્રતિ માસમાં યૂઝર્સને બ્રોડબેન્ડ, લેન્ડલાઇન અને ટીવીની કોમ્બો સર્વિસ ઉપલબ્ધ કરાવશે. કંપની જીયો ગીગાફાઇબરની ઘણા સમયથી ટેસ્ટિંગ કરી રહી છે અને હવે માનવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં તેને કોમર્શિયલ વપરાશ માટે રોલઆઉટ કરવામાં આવશે.

ચાલી રહી છે પાયલોટ ટેસ્ટિંગ:
આ સમયે રિલાયન્સ જીયો નવી દિલ્હી અને મુંબઇમાં તેના ગીગાફાઇબરની પાયલોટ ટેસ્ટિંગ કરી રહી છે. ટેસ્ટિંગના દરમિયાન કંપની યૂઝર્સને મફતમાં 100જીબી ડેટા 100Mbpsની સ્પિડથી ઉપલબ્ધ કરાવી રહી છે. જો કે, તેમાં યૂઝર્સથી રાઉટર માટે 4,500 રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ પણ લેવામાં આવી રહી છે.

40 ડિવાઇસને કરી શકાશે કનેક્ટ:
જીયો ગીગાફાઇબરની સર્વિસ તાજેતરમાં મુંબઇ, દિલ્હી-એનસીઆર, અમદાવાદ, જામનગર, સૂરત અને વડોદરામાં કેટલાક પસંદગીના યૂઝર્સને આપવામાં આવી રહી છે. તેમજ ટૂંક સમયમાં આ સર્વિસ સમગ્ર દેશમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. 600 રૂપિયાના પ્લાન ઉપરાંત યૂઝર્સ 1,000 રૂપિયા ચૂકવી આ પ્લાનની વધારાની સર્વિસનો ઉપયોગ કરી શકે છે. તે સાથે જ યૂઝર્સ જીયો ગીગાફાઇબરના સ્માર્ટ હોમ નેટવર્કથી 40 ડિવાઇસને પણ કનેક્ટ કરી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post હવે Jio આપશે ‘ટ્રીપલ પ્લે’ પ્લાન હેઠળ ઇન્ટરનેટ, ટીવી અને લેન્ડલાઇન સર્વિસ એક કિંમતમાં appeared first on Sandesh.



from Technology – Sandesh http://sandesh.com/jio-will-give-broadband-landline-and-dth-in-one-package/
via Best Gujarati News

0 Comments