માત્ર 3 સ્ટેપ્સમાં આ રીતે લોક કરો આધાર ડેટા, કોઇ ચોરી નહીં કરી શકે તમારી અંગત માહિતી
કેન્દ્ર સરકારે તાજેતરમાં લાખો પાનકાર્ડ્સ રદ કર્યા છે. સરકારે આ આકરું પગલું એટલા માટે ભર્યું છે કે કેટલાક સ્થળોએ એક વ્યક્તિના નામથી એકથી વધુ કાર્ડ ફાળવવામાં આવ્યા છે. આ દરમિયાન, પાનકાર્ડ અને આધાર કાર્ડને લગતા ઘણા નકલી કામો કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, બનાવટી આધાર અને પાનકાર્ડના અહેવાલો પણ જાહેર થઇ રહ્યાં છે. જો તમે તમારા આધાર ડેટાને ચોરીથી સુરક્ષિત કરવા માંગો છો, તો તમે તમારી વ્યક્તિગત માહિતીને લોક કરી શકો છો. તમારે નીચે આપેલી માહિતી પ્રમાણે આધાર ડેટા લોક કરી શકો છો.
ઉલ્લેખનિય છે કે ભારતમાં જરૂરી દસ્તાવેજ વિશે વાત કરીએ તો આધાર કાર્ડ તેમાંથી એક છે. આધાર કાર્ડ વગર તમે ઘણા કામ કરી શકતા નથી. તાજેતરમાં દરેક જગ્યાએ ઓળખ કાર્ડની માંગ છે. પણ આધારનો ઉપયોગ બેંક એકાઉન્ટ અને પાસપોર્ટ બનાવવા માટે પણ થાય છે. આવી પરિસ્થિતિમાં આધારની સુરક્ષાની ચિંતા પણ રહે છે કે તેનો દુરુપયોગ થઈ જાય તો તમે મુશ્કેલીમાં મુકાઇ શકો છો. માટે આધારની માહિતી લોક રાખવી જોઇએ.
– સૌ પ્રથમ આધાર કાર્ડ વેબસાઇટ https://uidai.gov.in/ પર જાઓ.
– ત્યારબાદ ત્રણ વિકલ્પોમાંથી એક આધાર સર્વિસ પર ક્લિક કરો જ્યાં તમને લોક / અનલોક વિકલ્પ દેખાશે.
– વિકલ્પ પર ક્લિક કર્યા પછી, એક નવી લિંક ખુલશે. લિંક ખુલતા જ તમારે તમારો આધાર નંબર અને સુરક્ષા કોડ દાખલ કરવો પડશે, ત્યારબાદ તમારા મોબાઇલ પર OTP મોકલવામાં આવશે. OTP દાખલ કર્યા પછી તમારું એકાઉન્ટ લોક થઈ જશે.
– ત્યારબાદ તમારે તમારો કોડ દાખલ કરી ‘Enable’ પર ક્લિક કરવું પડશે. ક્લિક કર્યા પછી તમને આ મેસેજ આવશે.’Congratulation! Your Biometrics Is Locked’.
તેમજ તમે ઓફલાઇન પણ આધાર ડેટાને લોક કરી શકો છો. આ માટે તમારે 1947માં આપેલા યુઆઇડીએઆઇ નંબરને એસએમએસ કરવો પડશે. SMS માં ‘GETOTP’ ટાઇપ કરી સ્પેસ આપો અને તમરા આધાર નંબરનો છેલ્લા 4 આંકડાનો નંબર લખીને 1947 પર મેસેજ મોકલવાનો રહેશે, ત્યારબાદ UIDAI તમારા આધારને લોક કરી દેશે અને તમને મેસજ મોકલશે. અનલોક કરવા માટે પણ આ જ પ્રોસસ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post માત્ર 3 સ્ટેપ્સમાં આ રીતે લોક કરો આધાર ડેટા, કોઇ ચોરી નહીં કરી શકે તમારી અંગત માહિતી appeared first on Sandesh.
from Technology – Sandesh http://sandesh.com/how-to-lock-or-unlock-your-aadhaar-card-biometric-data/
via Best Gujarati News
0 Comments