Hyundai મોટર ઇન્ડિયાએ ભારતમાં તેની નવી કોમ્પેક્ટ એસયુવી‘Venue’ નું ઉત્પાદન શરૂ કર્યું છે. કંપનીએ ચેન્નાઇ નજીક શ્રીપેરંબુદુર પ્લાન્ટમાંથી તેને રોલઆઉટ કરી દીધી છે. ભારતમાં Hyundaiની નવી કોમ્પેક્ટ એસયુવી‘Venue’ને આજે લોન્ચ કરવામાં આવી છે. કંપનીએ સૌપ્રથમ 17 મેના રોજ ભારતમાં ‘Venue’ ને રજૂ કરી હતી. 2 મે ના રોજથી કંપનીએ તેની સત્તાવાર બુકિંગ શરૂ કરી દિધી હતી. ફક્ત એક દિવસમાં, આ કાર માટે 2 હજારથી વધુ બુકિંગ્સ મળ્યા હતા. જે એક રેકોર્ડ પણ છે. આ કારની ભારતમાં આતુરતાથી રાહ જોવાઇ રહી હતી, તેનો આજે અંત આવી ગયો છે.

નવી Venue એક સબ-4 મીટર કોમ્પેક્ટ એસયુવી છે અને તેમાં કંપનીએ 69 ટકા એડવાન્સ હાઇ સ્ટ્રોંથ સ્ટીલ (એએચએસએસ) + હાઇ સ્ટ્રેંથ સ્ટીલ (એચએસએસઆઈ) નો ઉપયોગ કર્યો છે. નવી Venue દેશમાં હ્યુન્ડાઇની પ્રથમ સ્માર્ટ કનેક્ટેડ કાર હશે, જે કંપનીની બ્લુ લિંક ટેક્નિક સાથે જોડાશે. તેમાં 33 સ્માર્ટ કનેક્ટેડ ફિચર્સ હશે. અને તેના 10 ફિચર્સ ખાસ કરીને ભારતીય બજારને લગતા રાખવામાં આવ્યા છે.

ફક્ત આ જ નહીં, આ કનેક્ટિવિટી ટેક્નોલેજીમાં એઆઈ-આધારિત વોઇસ કમાન્ડ, લોકેશન ટ્રેક સર્વિસ, એન્જિન, સલામતી અને અન્ય ઘણી સુવિધાઓ શામેલ હશે. ડાયમેન્શનની વાત કરીએ તો તેની લંબાઇ 3,995 મીમી અને પહોળાઈ 1,770 મીમી છે. તથા ઊંચાઇ 1,590 મીમી છે. જ્યારે તેનું વ્હીલબેઝ 2,500 મીમી છે. તેથી એકંદરે નવું Venue તેના સ્ટાઇલીશ દેખાવને લીધે વધુ આકર્ષાય લાગે છે.

નવી Venueમાં 3 એન્જિન વિકલ્પ આપવામાં આવ્યા છે. જેમાં અનુક્રમે 1.0 લિટર પેટ્રોલ, 1.2 લિટર પેટ્રોલ અને 1.4 લિટર ડીઝલ એન્જિન હશે. આ એન્જિનમાં 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશનથી સજ્જ હશે. જ્યારે તેના 1.4 લિટર ડીઝલ એન્જિન 90 પીએસ પાવર અને 220 એનએમ ટોર્ક બનાવશે અને આ એન્જિન 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશનથી સજ્જ હશે. એટલે, ગ્રાહકોને પોતાની જરૂરિયાત અનુસાર મોડેલો પસંદ કરવાની સ્વતંત્રતા હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post Hyundaiની આ દમદાર કોમ્પેક્ટ SUV લોન્ચ, જાણો તેના જોરદાર ફિચર્સ appeared first on Sandesh.



from Technology – Sandesh http://sandesh.com/hyundai-venue-production-starts-launch-on-21-may-2019/
via Best Gujarati News

0 Comments