News@06PM: મમતા બેનર્જીની BJPને ખુલ્લેઆમ ધમકી, PMએ આતંકીઓને આપી ચેતવણી
બિહારનાં પટણાનાં પાલીગંજમાં પીએમ નરેન્દ્ર મોદીએ સભાને સંબોધતા કહ્યું કે, “હું શ્રી કૃષ્ણની ધરતી પર આવ્યો છું. શ્રી કૃષ્ણ આપણા પ્રેરણાસ્રોત રહ્યા છે.” આતંકવાદીઓને ચેતવણી આપતા મોદીએ કહ્યું કે, “સુદર્શનધારી શ્રી કૃષ્ણનું રૂપ લઇને આતંકવાદીઓ પર કાર્યાવાહી કરાશે.” તો બીજી તરફ અમિત શાહનાં રૉડ શૉમાં હિંસા ફેલાવવાને લઇને થયેલા વિવાદની વચ્ચે ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, “બગદાદીથી પ્રેરિત થઇને બગદીદી બનવાનું મમતા બેનર્જીનું સપનું ભારતનાં સાચા સપૂતો તમારા વિરુદ્ધ વૉટ આપીને તોડશે.” બીજી તરફ અપ્લેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ્દ કરવા માટે કૉંગ્રેસે પ્રક્રિયા ઝડપી કરી છે. આ ઉપરાંત ગુજરાતમાં એક તરફ પાણીની તંગી છે તો બીજી તરફ ધોરાજીમાં લાખો લિટર પાણી વેડફાઇ રહ્યું છે. સહિતનાં મહત્વનાં સમાચારો વાંચવા માટે આપેલી લિંક્સ પર ક્લિક કરો.
વધુ વાંચવા કરો ક્લિક-1: તમારા લોકોના નસીબ સારા છે કે હું શાંત બેઠી છું: મમતા બેનર્જી
ભાજપ સામે આકરા તેવર બતાવતા મમતા બેનર્જી એ જણાવ્યું હતું કે, તમારા લોકોના નસીબ સારા છે કે હું શાંત બેઠી છું. નહીંતર એક સેકન્ડમાં દિલ્હીમાં ભાજપની કચેરી અને તમારા ઘરો પર કબજો કરી શકું છું. અમિત શાહ શું ભગવાન છે કે તેમની સામે કોઇ વિરોધ પ્રદર્શન ન કરી શકે? અમિત શાહ પોતાને સમજે છે શું? શં તેઓ બધાથી ઉપર છે? શું તે ભગવાન છે કે તેમનો વિરોધ ન થઇ શકે?
વધુ વાંચવા કરો ક્લિક-2: જરૂર પડી તો સુરદર્શનધારી કૃષ્ણનું રૂપ લઇને આતંકવાદીઓનો કરાશે ખાત્મો – PM મોદી
લોકસભા ચૂંટણીનાં અંતિમ તબક્કાનો પ્રચાર કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પટણાનાં પાલીગંજ પહોંચ્યા. પટણાનાં પાલીગંજમાં પીએમ મોદી પટના સાહિબ અને પાટલીપુત્રથી ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવાર રવિશંકર પ્રસાદ અને રામકૃપાલ યાદવ અને જહાનાબાદ લોકસભા સીટથી જનતા દળ યૂનાઇટેડ (જેડીયૂ) ઉમેદવાર ચંદ્રેશ્વર પ્રસાદનાં પક્ષમાં ચૂંટણીસભાને સંબોધિત કરવામાં આવી.
વધુ વાંચવા કરો ક્લિક-3: આ રાજ્યનાં મુખ્યમંત્રીએ મમતા બેનર્જીને ગણાવ્યા ISISના ‘બગદીદી’
પશ્ચિમ બંગાળમાં બીજેપી અધ્યક્ષ અમિત શાહના રોડ શોમાં હિંસા અને બબાલ બાદ આરોપ-પ્રત્યારોપ થઇ રહ્યા છે. આ દરમિયાન બંગાળમાં રેલી કરવા પહોંચેલા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સીએમ મમતા બેનરજી પર વિવાદાસ્પદ નિવેદન આપતા તેમની તુલના આઇએસઆઇએસ પ્રમુખ બગદાદી સાથે કરી દીધી છે. યોગી આદિત્યનાથે પોતાના આધિકારીક ટ્વીટર હેન્ડલથી ટ્વીટ કરતા લખ્યું કે, બગદાદીથી પ્રબાવિત થઇ ‘બગદીદી’ બનાવાનું પોતાનું સપનું ભારતના સાચા સપૂત તમારા વિરૂદ્ધ વોટ આપીને તોડી નાંખશે.
વધુ વાંચવા કરો ક્લિક-4: ગુજરાતમાં એક તરફ પાણીનો પોકાર તો બીજી તરફ લાખો લીટરનો વેડફાટ
ગુજરાતમાં એક તરફ પાણીનો પોકાર ઉઠ્યો છે અને બીજી તરફ પાણીની પાઇપ લાઇન તૂટતા લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું છે, અને તંત્ર આ સમસ્યાને નિવારવા માટે ઊંધે માથે થઈ રહ્યું છે, જ્યારે સામે ધોરાજીની પ્રજાને પાણીની સમસ્યાનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.
વધુ વાંચવા કરો ક્લિક-5: અલ્પેશ ઠાકોર મુદ્દે કોંગ્રેસની કાર્યવાહી તેજ, કોંગ્રેસના દંડક વિધાનસભા અધ્યક્ષને મળ્યા
કોંગ્રેસના બાગી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય રદ્ કરવા માટે કોંગ્રેસે વિધાનસભા અધ્યક્ષ સમક્ષ રજૂઆત કરી હતી. એ પછી અધ્યક્ષે છ જેટલા વાંધા કાઢી ૧૫ દિવસમાં ખુલાસો કરવા કોંગ્રેસને જણાવ્યું હતું. જોકે રજિસ્ટર એડીથી કે અન્ય કોઈ મારફત મોકલેલો પત્ર છ દિવસ થયા પછી પણ મળ્યો ન હોવાનો દાવો વિધાનસભા કોંગ્રેસ પક્ષના દંડક અશ્વિન કોટવાલે કર્યો છે. સાથે જ વિધાનસભા અધ્યક્ષ સમક્ષ ફરી વાર રજૂઆત કરી અલ્પેશ ઠાકોર મુદ્દે કોંગ્રેસની કાર્યવાહી તેજ કરી છે
વધુ વાંચવા કરો ક્લિક-6: ઈરાન સાથે યુદ્ધના ભણકારા વચ્ચે અમેરિકા ઈરાકને લઈને ભર્યું તત્કાળ પગલું
અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ તેની ચરમસીમાએ છે. અહીં સ્થિતિ યુદ્ધ જેવી છે. તેવામાં સાઉદી અરબના 2 ઓઈલ જહાજ પર કરવામાં આવેલા હુમલાએ બલતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. જોકે ઈરાને તેમાં પોતાની કોઈ જ ભૂમિકા હોવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે અને આ ઘટના પાછલ વિદેશી ષડયંત્ર ગણાવ્યું છે. તો બીજી બાજુ પશ્ચિમ એશિયામાં પોતાની સ્થિતિ વધારે મજબુત કરવા અને કોઈ પણ પ્રકારની ઈમરજન્સી સ્થિતિને પહોંચી વળવા અમેરિકાએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
વધુ વાંચવા કરો ક્લિક-7: આ ભારતીય બૉલરે કહ્યું, “મેદાન પર ધોનીની ટિપ્સ પણ નથી આવતી કામ, તે પણ ભૂલો કરે છે”
મહેન્દ્ર સિંહ ધોની મેદાન પર રણનીતિ બનાવવામાં પાવરધો છે. તેની આ ખૂબીએ ભારતને ઘણી મેચો જીતાડી છે, પરંતુ આખરે તે પણ માણસ છે અને ભૂલો કરી શકે છે. ભારતીય સ્પિનર કુલદીપ યાદવે ધોનીની આ વાતને સામે લાવતા કહ્યું કે, “કેટલીકવાર ધોનીની ટિપ્સ પણ કામ આવતી નથી. ઘણીવાર એવું પણ થયું છે કે ધોનીની રણનીતિ ખોટી સાબિત થઈ છે.”
વધુ વાંચવા કરો ક્લિક-8: BirthDay: જાણો કોણ છે એ ક્રિકેટર જેની સાથે જોડાયું હતું માધુરી દીક્ષિતનું નામ
બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી અને ડાન્સિંગ ક્વીન માધુરી દીક્ષિતનો આજે જન્મદિવસ છે. વર્ષોથી બોલિવૂડ પર રાજ કરનારી માધુરીની સુંદરતા હાલ પણ ફેન્સના દિલો પર રાજ કરે છે. માધુરી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. ઇન્સ્ટાગ્રામના માધ્યમથી માધુરી ફેન્સ સાથે સીધે જોડાય છે. તેની તસવીરો અને વીડિયો ફેન્સ દ્વારા ઘણી પસંદ કરવામાં આવે છે.
વધુ વાંચવા કરો ક્લિક-9: હવે આ કંપનીના લેટેસ્ટ સ્માર્ટફોન વેન્ડિંગ મશીનથી ખરીદી શકશો, જાણો કયા હશે આ સુવિધા
Xiaomiએ શરૂઆતથી તેના નવા અને નવીન ઉત્પાદનથી બજારના વલણોને બદલવાનો પ્રયત્ન કર્યો છે. સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવીથી ભારતીય બજારમાં તરખાટ મચાવ્યા બાદ કંપની હવે Mi Express Kiosk લઇને આવી રહી છે. Xiaomiની આ કિઓસ્ક એક વેન્ડિંગ મશીનની જેમ છે. આ વેન્ડિંગ મશીન દ્વારા, Xiaomi હવે તેના સ્માર્ટફોન વેચશે. આ મશીનથી ગ્રાહકોને સીધો ફાયદો થશે. ગ્રાહકોને હવે Xiaomiના સ્માર્ટફોન ખરીદવા રિટેલ સ્ટોર અથવા શોરૂમ પર જવાની જરૂર રહેશે નહી.
વધુ વાંચવા કરો ક્લિક-10: ખુબ સરસ કમાણી હોવા છતાં નથી ટકતાં પૈસા, તો કરો આ કારગત ઉપાય
હંમેશા લોકોને આપણે એ ફરિયાદ કરતા સાંભળીએ છીએ કે ખુબજ સારી કમાણી હોવા છતાં તેમના ઘરમાં પૈસા નથી ટકતા. પૈસા જાણે કે એક હાથમાં આવે અને બીજા હાથથી ચાલ્યા જાય છે. તેમના ઘરે હંમેશા ધનની કમી જ રહે છે. એક સાંધે ત્યાં તેર તૂટે જેવો ઘાટ છે. જો તમને પણ આવી જ સમસ્યા નડી રહી છે તો ફરિયાદ છોડીને આ ખાસ ઉપાય કરો જેનાથી તમારી પૈસાની તંગી દૂર થઈ જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post News@06PM: મમતા બેનર્જીની BJPને ખુલ્લેઆમ ધમકી, PMએ આતંકીઓને આપી ચેતવણી appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/news-headline-on-15th-may-till-6-pm/
via Best Gujarati News
0 Comments