ભાજપ સામે આકરા તેવર બતાવતા મમતા બેનર્જી એ જણાવ્યું હતું કે, તમારા લોકોના નસીબ સારા છે કે હું શાંત બેઠી છું. નહીંતર એક સેકન્ડમાં દિલ્હીમાં ભાજપની કચેરી અને તમારા ઘરો પર કબજો કરી શકું છું. અમિત શાહ શું ભગવાન છે કે તેમની સામે કોઇ વિરોધ પ્રદર્શન ન કરી શકે? અમિત શાહ પોતાને સમજે છે શું? શં તેઓ બધાથી ઉપર છે? શું તે ભગવાન છે કે તેમનો વિરોધ ન થઇ શકે?

મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, અમિત શાહ એટલા અસભ્ય છે કે તેમણે વિદ્યાસાગરની પ્રતિમા તોડી નાખી. કોલકાતામાં હિસા કરનારા બધા બહારના લોકો છે. ભાજપ મતદાનવાળા દિવસ માટે આ બધાને અહીં લઇ આવ્યો છે.

મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, ભાજપ પૈસા આપીને હિંસા ભડકાવવા માટે બહારના લોકોને લાવી રહ્યો છે. હવાલા દ્વારા પૈસા પહોંચાડવાનો ભાજપ પર આરોપ મૂકતાં મમતાએ જણાવ્યું હતું કે, ચૂંટણી પંચના નામે ભાજપે રાજ્યના વહીવટીતંત્ર પર નિયંત્રણ મેળવ્યું છે. કોલકાતા અને વિધાનનગરના પોલીસ કમિશનરોને બદલીને પોતાના લોકો બે, ગાડી દીધાં છે. જો મારા પોલીસ કમિશન્રર હોત તો ભાજપને કરોડો રૃપિયાની તસ્કરી કરતાં રોક્યો હોત.

કેન્દ્રીય દળોની ગાડીઓમાં પૈસા લાવવામાં આવી રહ્યાં છે: મમતા

મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય દળોની ગાડીઓમાં ભાજપના ઉમેદવારોને પૈસાનો પૂરવઠો પહોંચાડવામાં આવી રહ્યો છે. કોલકાતા અને વિધાનનગરના પોલીસ કમિશનરો શહેરમાં આવતા ગેરકાયદેસર નાણા જપ્ત કરે. અત્યારે તો ભાજપનો એક મામૂલી નેતા કે જેની સામે પોલીસમાં સંખ્યાબંધ કેસ નોંધાયેલા છે તે પણ આઠ-આઠ બ્લેક કેટ કમાન્ડો સાથે ફરી રહ્યો છે અને નાણા પહોંચાડી રહ્યો છે.

મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, મેં આઠ લોકસભા ચૂંટણી અને બે વિધાનસભા ચૂંટણી લડી છે પરંતુ બંગાશમાં આટલા પૈસાનો ઉપયોગ મેં ક્યારેય જોયો નથી. પૂર્વોતરમાં પહેલાં આવું થતું હતું પરંતુ હવે બંગાળમાં તેનો ઉપયોગ જોઇને હેરાન છું. મેં મારી પાર્ટીના નેતાઓને ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવવા કહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post તમારા લોકોના નસીબ સારા છે કે હું શાંત બેઠી છું: મમતા બેનર્જી appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/money-is-being-brought-in-central-forces-vehicle-mamata-banerjee/
via Best Gujarati News

0 Comments