News@ 12 PM: મોદીની શપથ વિધિ પહેલાં 10 મોટા રહસ્યો, કોંગ્રેસમાં કારમી હાર બાદ હાહાકાર
સીએમ રૃપાણી તથા ડે.સીએમ નીતિનભાઈ રાજ્ય સરકારના પ્લેન દ્વારા ગુરુવારે બપોરે 1 વાગે નવી દિલ્હી જશે અને મોદી સરકારના બીજીવારના સોંગધવિધિમાં જોડાશે. ધોરણ.૯ અને ૧૧માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓનો રિ-ટેસ્ટ લેવાનો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારના આ તઘલખી નિર્ણયના કારણે, વિદ્યાર્થીઓ સાથે ભારે અન્યાય થવાની શક્યતાઓ વધી જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 7 વાગ્યે પોતાના મંત્રીઓની સાથે પદ અને ગોપનીયતાના શપથ લેશે. આ વખતે તેમની ટીમમાં કોણ-કોણ હશે, તેને લઇ 23મી મે બાદથી જ સસ્પેંસ બનેલું છે. નરેન્દ્ર મોદી આજે બીજી વખત વડાપ્રધાન પદના શપથ લેશે. રાષ્ટ્રપતિ ભવનમાં ભવ્ય સમારંભની તૈયારીઓ પૂરી થઇ ચૂકી છે, જેમાં 6500 મહેમાન સામેલ થશે. સાંજે 7 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં શપથ લેશે.સહિતના અગત્યના સમાચાર…
વધુ વાંચવા કરો ક્લિક-1: મોદીની શપથવિધીમાં ગુજરાતના કયા ભાજપી નેતાઓ જશે દિલ્હી, બપોરે 1 વાગ્યે પહોંચશે
સીએમ રૃપાણી તથા ડે.સીએમ નીતિનભાઈ રાજ્ય સરકારના પ્લેન દ્વારા ગુરુવારે બપોરે 1 વાગે નવી દિલ્હી જશે અને મોદી સરકારના બીજીવારના સોંગધવિધિમાં જોડાશે.
વધુ વાંચવા કરો ક્લિક-2: કોંગ્રેસ સંકલન સમિતીની બેઠક મળી, જાણો આ વખતે EVM પર નહીં પરંતુ કોના પર ફૂટ્યું ઠીકરું
છેલ્લા ઘણા વખતની ચૂંટણીમાં થતી હારના કારણોની જેમ જ લોકસભા 2019માં થયેલી ભૂંડી હારનું ઠીકરૂ ગુજરાત કોંગ્રેસે અંતે EVM ઉપર જ ફોડ્યુ છે. પરંતુ આ વખતે EVM ઉપર દોષારોપણ કરવામાં કોંગ્રેસે 7 દિવસનો સમય લીધો છે.
વધુ વાંચવા કરો ક્લિક-3: સરકારનો તઘલખી નિર્ણય, ધોરણ- 9 અને 11ના વિદ્યાર્થીઓ માટે આવી ગયા માઠા સમાચાર
ધોરણ.૯ અને ૧૧માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓનો રિ-ટેસ્ટ લેવાનો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારના આ તઘલખી નિર્ણયના કારણે, વિદ્યાર્થીઓ સાથે ભારે અન્યાય થવાની શક્યતાઓ વધી જશે.
વધુ વાંચવા કરો ક્લિક-4: મોદીની શપથ વિધિ પહેલાં 10 મોટા રહસ્યો, કોણ બનશે મંત્રી? શું શાહની એન્ટ્રી થશે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 7 વાગ્યે પોતાના મંત્રીઓની સાથે પદ અને ગોપનીયતાના શપથ લેશે. આ વખતે તેમની ટીમમાં કોણ-કોણ હશે, તેને લઇ 23મી મે બાદથી જ સસ્પેંસ બનેલું છે.
વધુ વાંચવા કરો ક્લિક-5: કોંગ્રેસમાં કારમી હાર બાદ હાહાકાર, ટીવી ડિબેટને લઇ લીધો જબરદસ્ત મોટો નિર્ણય
લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ પાર્ટીમાં મંથન ચાલુ છે. એકબાજુ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાનું રાજીનામું આપવાને લઇને અડગ છે તો બીજીબાજુ કેટલાંય રાજ્યોના કોંગ્રેસ એકમોમાં પણ મોટા ફેરફારના સંકેત મળી રહ્યાં છે.
વધુ વાંચવા કરો ક્લિક-6: 6500 મહેમાન, રાષ્ટ્રપતિ ભવનનું ફોરકોર્ટ, આવો હશે ભવ્યાતિભવ્ય મોદીનો શપથ ગ્રહણ સમારંભ
નરેન્દ્ર મોદી આજે બીજી વખત વડાપ્રધાન પદના શપથ લેશે. રાષ્ટ્રપતિ ભવનમાં ભવ્ય સમારંભની તૈયારીઓ પૂરી થઇ ચૂકી છે, જેમાં 6500 મહેમાન સામેલ થશે. સાંજે 7 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં શપથ લેશે.
વધુ વાંચવા કરો ક્લિક-7: વડાપ્રધાન મોદીની શપથવિધી પહેલા થયો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો
રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બીજી વખત શપથ લેશે. શપથવિધી પહેલા આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટ્યા છે. જે એક સંજોગ છે.
વધુ વાંચવા કરો ક્લિક-8: 144 રેલીઓ, 1 લાખ KMની યાત્રા, કેમ્પેનમાં આ રીતે Fit રહ્યા 68 વર્ષના PM મોદી
લોકસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમત હાંસલ કરી નરેન્દ્ર મોદી આજે વડાપ્રધાન પદના શપથ લેશે. શપથ ગ્રહણની તૈયારીઓ પૂરી થઇ ગઇ છે. ત્યારે પીએમ મોદીનું શેડ્યુલ ગત ત્રણ મહીનાથી ખૂબ વ્યસ્ત રહ્યો છે.
વધુ વાંચવા કરો ક્લિક-9: ભારતને વર્લ્ડ કપ જીતતા કોઈ નહીં રોકી શકે, રૈનાએ આપ્યો ચેમ્પિયન બનવાનો એજન્ડા
2011માં ભારતની ક્રિકેટ ટીમે જલવો બતાવીને દુનિયાને પોતાનો દમ બતાવી દીધો હતો. એ વખતે સુરેશ રૈના પણ ટીમમાં ખેલાડી રહી ચૂક્યાં હતા અને આ વખતની ટીમ માટે એનું માનવું એવું છે.
વધુ વાંચવા કરો ક્લિક-10: યશરાજ ફિલ્મ્સનું શૂટિંગ કરી રહેલા એક્ટર્સની પોલીસે કરી ધરપકડ, જાણો સંપૂર્ણ મામલો
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં બે આતંકવાદીઓના હોવાની સૂચનાએ સ્થાનિક પોલીસને ચોંકાવી દીધી. સંપૂર્ણ જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું અને આતંકવાદીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. પોલીસે આતંકવાદઓની ધરપકડ પણ કરી.
વધુ વાંચવા કરો ક્લિક-11: 5000mAh બેટરી સાથે લોન્ચ થયો આ સંપૂર્ણપણે સ્વદેશી સ્માર્ટફોન, કિંમત ઓછી ફીચર્સ વધુ
ચીનની સ્માર્ટફોન ઉત્પાદક કંપની વિવોએ ભારતમાં તેનો નવો સ્માર્ટફોન Y15 લોન્ચ કર્યો છે. આ ફોન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) સક્ષમ ટ્રીપલ રીઅર કેમેરા અને 5,000 એમએએચ બેટરીથી સજ્જ છે.
વધુ વાંચવા કરો ક્લિક-12: સમુદ્રશાસ્ત્ર: આવા હોઠવાળી મહિલાઓમાં હોય છે વિલક્ષણ પ્રતિભા…
સમુદ્રશાસ્ત્રમાં એવી કેટલીયે વિદ્યાઓ છે જેના દ્વારા જાણી શકાય છે કે વ્યક્તિનું કેવું વ્યક્તિત્વ હશે. આ તમામમાં હોઠ ખુબજ મહત્વ ધરાવે છે. કોઈ મહિલાના હોઠ પરથી તેના ચરિત્ર અંગે જાણી શકાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post News@ 12 PM: મોદીની શપથ વિધિ પહેલાં 10 મોટા રહસ્યો, કોંગ્રેસમાં કારમી હાર બાદ હાહાકાર appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/topheadlines30th-may-2019-top-headlines-til-12-pm/
via Best Gujarati News
0 Comments