દુનિયામાં તમામ JCB મશીનો પીળા રંગનાં કેમ હોય છે? જાણો કેટલીક રસપ્રદ વાતો
આજકાલ સોશિયલ મીડિયા પર શું શું વાયરલ થઈ જાય છે તેની ખબર રહેતી નથી. ભારતીય સોશિયલ મીડિયા ધુરંધરોએ ‘JCBનું ખોદકામ (JCB કી ખુદાઈ)ને ટ્રેન્ડમાં લાવી દીધું છે. જેસીબી એક એવું મશીન છે જે રોજ-બરોજ રસ્તા, મેદાન અથવા પછી કંસ્ટ્રક્શન સાઇટ પર જમીન ખોદતા જોવા મળે છે. આનાં ટ્રેન્ડમાં આવવા પાછળ એક ખાસ કારણ જણાવવામાં આવી રહ્યું છે.
કહેવામાં આવી રહ્યું છે કે દેશમાં ઘણા લોકો એવા છે કે તેઓ જ્યારે પણ જેસીબીનું ખોદકામ ચાલતુ હોય ત્યારે તેને રસપૂર્વક જોવા ઉભા રહે છે. લોકો કહી રહ્યા છે કે આપણે એટલા બધા ફ્રી હોઇએ છીએ કે જેસીબીનું ખોદકામ જોવા પણ કલાકો બગાડીએ છીએ. જો કે જેસીબી પ્રત્યે ભારતીયોનો પ્રેમ જોઇને કંપની ખુશ થઈ છે અને તેણે ટ્વિટર પર અભિનંદન આપ્યા છે. અત્યારે જેસીબીની ચર્ચા ચારેકોર થઈ રહી છે ત્યારે અમે તમને તેના વિશે કેટલીક રસપ્રદ માહિતી આપશું.
જેસીબી બ્રિટેનની કંસ્ટ્રક્શન ઇક્યૂપમેન્ટ નિર્માતા છે. તેનું મુખ્ય મથખ યૂનાઇટેડ કિંગડમનાં રોસેસ્ટર, સ્ટેફર્ડશાયર શહેરામાં છે. તેના પ્લાંન્ટ દુનિયાનાં 4 અલગ અલગ મહાદ્વિપો પર છે. જેસીબી કંપનીનું નામ તેના સંસ્થાપક ‘જોસેફ સીરિલ બેમફૉર્ડ’નાં નામ પરથી રાખવામાં આવ્યું છે. તેમનો જન્મ એક કેથોલિક પરિવારમાં સ્ટૉક્સફૉર્ડશાયર શહેરામાં થયો હતો. વર્ષ 1945માં જોસેફ બેમફૉર્ડે સૌથી પહેલી મશીન એક ટીપિંગ ટ્રેલરને બનાવ્યું હતુ, જેને તે સમયે સ્થાનિક બજારમાં ફક્ત 45 પાઉન્ડ એટલે કે આજનાં પ્રમાણે લગભગ 3,970 રૂપિયામાં વેચવામાં આવ્યું હતુ.
1948માં જેસીબીમાં 6 અન્ય કર્મચારીઓ સામેલ થયા અને આ લોકોએ હાઇડ્રોલિક ટીપિંગ ટ્રેલર પર કામ કરવાનું શરૂ થયું. હાઇડ્રોલિક આર્મ ટ્રેક્ટર તે સમયે કંપનીનું સૌથી પહેલું કૉમર્શિયલ ઇક્યૂપમેન્ટ હતુ. બેકહો લોડર જેના કારણે આજે જેસીબી ટ્રેન઼્ડમાં છે, તે એક ખોદકામ કરનારું મશીન છે. આ તેનું ઔદ્યોગિક નામ છે. આને પહેલીવાર 1953માં જેસીબી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતુ. જે શબ્દ ‘JCB’ પર આજે આપણે ભારતીયો મજાક ઉઢાવીએ છીએ તે ઑક્સફર્ડ ડિક્શનરીમાં પણ નોંધાયેલો છે. આ શબ્દને કંસ્ટ્રક્શન ઇક્યૂપમેન્ટ તરીકે રજૂ કરવામાં આવ્યો છે.
1978માં જેસીબીએ લૉડર મશીનની શરૂઆત કરી, જેનો ઉપયોગ માલ લૉડ કરવા માટે કરવામાં આવતો હતો. તેનું વજન લગભગ 11090 કિલોગ્રામ અથવા 24,449 પાઉન્ડ છે. દુનિયાનું પહેલું અને ઝડપી ગતિવાળું ટ્રેક્ટર બનાવવાનો શ્રેય પણ જેસીબીનાં નામે છે. આ ટ્રેક્ટર તે સમયે પણ 65 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે દોડતુ હતુ. આ ટ્રેક્ટર Fastrac નામે ઓળખાય છે અને તેણે પ્રિંસ ઑફ વેલ્સનો પુરસ્કાર પણ જીત્યો છે.
દુનિયાભરમાં જેટલા પણ જેસીબી બનાવવામાં આવે છે અને વેચાય છે તેમને બનાવ્યા બાદ લગભગ 400થી વધારે ગુણવત્તા તપાસમાંથી પસાર થવું પડે છે. કદાચ આ જ કારણ છે કે કંસ્ટ્રક્શન એક્યૂપમેન્ટની શ્રેણીમાં આ કંપનીનો કોઇ પર્યાય નથી. શું તમે જાણો છો જેસીબીની તમામ મશીનો પીળા રંગની કેમ હોય છે? તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે આ કંસ્ટ્રક્શન સાઇટ પર સરળતાથી દેખાઇ શકે. આ કારણે જેસીબીનાં તમામ વાહનો અને મશીનો પીળા રંગનાં હોય છે. દુનિયાભરમાં લગભગ 11 હજાર લોકો જેસીબી કંપનીમાં કામ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post દુનિયામાં તમામ JCB મશીનો પીળા રંગનાં કેમ હોય છે? જાણો કેટલીક રસપ્રદ વાતો appeared first on Sandesh.
from Technology – Sandesh http://sandesh.com/know-some-unknown-facts-about-jcb-machines/
via Best Gujarati News
0 Comments