5000mAh બેટરી સાથે લોન્ચ થયો આ સંપૂર્ણપણે સ્વદેશી સ્માર્ટફોન, કિંમત ઓછી ફીચર્સ વધુ
ચીનની સ્માર્ટફોન ઉત્પાદક કંપની વિવોએ ભારતમાં તેનો નવો સ્માર્ટફોન Y15 લોન્ચ કર્યો છે. આ ફોન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) સક્ષમ ટ્રીપલ રીઅર કેમેરા અને 5,000 એમએએચ બેટરીથી સજ્જ છે. અને તેની કિંમત રૂપિયા13,990 છે. ડ્યુઅલ સિમ ધરાવતા આ સ્માર્ટફોનમાં 6.35 ઇંચ હેલો Fulwu એલસીડી ડિસ્પ્લે, 4 જીબી રેમ, 64 GB ઇન્ટરનલ સ્ટોરેજ છે. Vivoએ એક નિવેદનમાં જણાવ્યું હતું આ Y15 સ્માર્ટફોન સંપૂર્ણપણે સ્વદેશી છે. તે વિવોના ગ્રેટર નોઈડા પ્લાન્ટ ખાતે તૈયાર કરવામાં આવે છે.
આ ફોન એક્વા બ્લૂ અને બરગંડી રેડ કલર ઓપ્શનમાં મળશે. છેલ્લા દિવસોમાં કંપનીએ Vivo Y17ને બજારમાં ઉતાર્યો હતો. આ સ્માર્ટફોન પર 9 મહિના માટે નો કોસ્ટ ઈએમઆઈ ઓફર કરવામાં આવી રહી છે. આ સિવાય સ્માર્ટફોન પર 1000 રૂપિયાનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સાથે જીયો યૂઝરને 3TB ડેટા એટલે કે 4 હજાર રૂપિયા સુધીનો ફાયદો મળી રહ્યો છે.
આ સ્માર્ટફોનમાં 6.35 ઇંચની એસડી+LCD ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનું રિઝોલ્યૂશન 720×1544 પિક્સલ છે. ડિસ્પ્લેમાં વોટર ડ્રોપ નોચ પણ આપવામાં આવી છે. આ સ્માર્ટફોન Android 9.0 Pie પર આધારિત Funtouch OS 9 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. ફોનમાં 13MP+8MP+2MP ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post 5000mAh બેટરી સાથે લોન્ચ થયો આ સંપૂર્ણપણે સ્વદેશી સ્માર્ટફોન, કિંમત ઓછી ફીચર્સ વધુ appeared first on Sandesh.
from Technology – Sandesh http://sandesh.com/vivoy15-smartphone-now-in-india-for-5000mah/
via Best Gujarati News
0 Comments