મારૂતિ સુઝુકી બલેનોનું રિબેગ્ડ વર્ઝન ટોયોટા ગ્લાન્ઝા 6 જૂનના રોજ ભારતમાં લોન્ચ થવા તૈયાર છે. ટોયોટા ગ્લાન્ઝાના લોન્ચ પહેલા કેટલીક ટોયોટાની ડીલરશિપે પ્રીમિયમ હેચબેક માટે પ્રી-બુકિંગ લેવાની શરૂઆત કરી દીધી છે. ડીલર પાર્ટનર 10 હજાર રૂપિયાના ટોકન એમાઉન્ટ સાથે બુકિંગ લઇ રહ્યાં છે. ટોયોટા કિર્લોસ્કર મોટર્સને અત્યાર સુધી આ પ્રીમિયમ હેચબેક માટે સત્તાવારરીતે બુકિંગ શરૂ કરવાની જાહેરતા કરવાની બાકી છે.

ઉલ્લેખનિય છે કે ટોયોટા ભારતમાં તેની નવી કાર 6 જૂન, 2019 ના રોજ લોન્ચ કરી રહી છે. ડીલર્સ 10 હજાર રૂપિયામાં આ કારનું બૂકિંગ કરી રહ્યાં છે.

દેશભરના ડીલર્સે નવા મોડલની તૈયારી શરુ કરી દીધી છે. આ પહેલા જાણકારી સામે આવી હતી કે મારૂતિ સુઝુકીની બલેનો પર આધારિત ટોયાટાની ગ્લાન્ઝા બે એન્જિન વિકલ્પ સાથે લોન્ચ થશે. બન્ને વેરિએન્ટમાં એન્જિન બીએસ 6 નોર્મ્સ અનુસાર હશે. આ સાથે ટોયાટા મિડ હાઇબ્રિડ ટેક સાથે ગ્લાન્ઝા લોન્ચ કરશે, કારમાં 1.2 લીટરનું 12સી ડ્યુઅલ અન્જિન હશે. આ મોટર 90 હોર્સપાવરની તાકાત અને 113 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5 સ્પીડ યુનિટના મેન્યુઅલ ગિયરબોક્સ સાથે આવશે.

ટોયોટા ગ્લાન્ઝામાં બેલેનો જેવું જ 1.2 લીટર, 4 સિલિન્ડર્સ, વીવીટી પેટ્રોલ એન્જિન મળવાની અપેક્ષા છે. 1.2 લીટર ડ્યુઅલજેટ યૂનિટ માઇલ્ડ હાઇબ્રીડ સિસ્ટમ સાથે આવવાની શક્યતા છે. હજી સુધી આ વિશે કોઇ પુષ્ટિ નથી. ગ્લાન્ઝાનું વીવીટી યુનિટ 82 બીએચપી પાવર અને 114 એનએમ પીક ટોર્ક ઉત્પન્ન કરી શકશે. આ હેચબેકમાં 5 સ્પિડ મેન્યુઅલ ગિયરબોક્સ મળશે. એવો રિપોર્ટ છે કે ટોયોટા નવી કારમાં સીવીટી એકમો પણ આપી શકે છે. ટોયોટા ગ્લાન્ઝા ઓટોમેટિક ક્લાયમેટ કંટ્રોલ અને 7.0-ઇંચની ટચસ્ક્રીન મનોરંજન સિસ્ટમ સાથે આવશે, જે એન્ડ્રોઇડ ઓટો અને એપ્લિકેશન કાર પ્લે, નેવિગેશન અને વોઇસ કમાન્ડ સપોર્ટ સાથે આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ટોયોટાની આ પ્રીમિયમ હેચબેક કાર ભારતીય બજારમાં મચાવશે ધૂમ, જાણો તેના જોરદાર ફીચર્સ appeared first on Sandesh.



from Technology – Sandesh http://sandesh.com/toyota-glanza-bookings-begin-at-some-dealerships-ahead-of-its-india-launch-on-6-june/
via Best Gujarati News

0 Comments