સ્માર્ટફોનનાં  SD કાર્ડમાં અને ફોનમેમરીમાં તમે DCIMનું ફોલ્ડર જોયું હશે. જેમાં તમારા સ્માર્ટફોનના કેમેરાથી ફોટોને ક્લિક કર્યો હોય, વિડીયો રેકોર્ડ કર્યો હોય તો તે ફાઈલ તમને DCIM ફોલ્ડરમાં જોવા મળશે. જ્યારે પણ તમે આ ફોલ્ડર ડિલીટ કર્યું હશે ત્યારે તે મોબાઈલ સ્વીચઓફ કર્યાં પછી તરત જ આવી જતું હોય છે. પણ  શું તમે ક્યારેય જાણ્યું છે કે આ DCIM ફોલ્ડર છે શું, તેનું ફૂલફોમ નામ શું છે, અને દરેક મેમરી કાર્ડ, દરેક સ્માર્ટ ફોનના ઇન્ટરનલ સ્ટોરેજમાં શા માટે DCIM જ હોય છે ? તો ચાલો જાણીએ DCIM ફોલ્ડરના મહત્વ વિશે

DCIMનું ફૂલફોમ છે ડીજીટલ કેમેરા ઈમેજીસ છે. આ એક પ્રકારનું ફોલ્ડર છે જે દરેક સ્માર્ટ ફોનના ઇન્ટરનલ સ્ટોરેજમાં અથવા તો મેમરીકાર્ડમાં આપમેળે જ બની જાય છે. તમે તમારા સ્માર્ટ ફોનના ફાઈલ મેનેજરમાં ચેક કરો તો ત્યાં તમને DCIM નામનું ફોલ્ડર જોવા મળશે.

તમે વિચાર્યું હશ આપણને એવો વિચાર આવે કે જો આપણે આ ફોલ્ડરને ડીલીટ કરી નાખીએ તો શું થશે. તો વધારે કંઈ નથી થતું પરંતુ તેમાં જે ડેટા હોય, ફોટો, વિડીયો, જે પણ તમે ક્લિક કર્યું હોય શૂટ કર્યું હોય, રેકોર્ડ કર્યું હોય, તે બધું તેમાંથી ડીલીટ થઇ જાય છે. ત્યાર પછી તમે મોબાઈલ કે કેમેરામાં કોઈ પણ ક્લિક અથવા શૂટ કર્યું હોય તે ઓટોમેટીક DCIM નું ફોલ્ડર બની જાય છે. કારણ કે તમે આ ફોલ્ડરને ડીલીટ કરો છો ત્યારબાદ જ્યારે પણ તમે સ્માર્ટ ફોનના કેમેરાનો ઉપયોગ કરો છો તે ફોલ્ડર ઓટોમેટીક બની જશે. તમે ફોટો અથવા વીડિયો ઉતારો છો તેનો બધો જ ડેટા DCIM નામના ફોલ્ડરમાં સેવ થઇ જાય છે. તમને બીજા પણ ઘણા બધા ફોલ્ડર જોવા મળી જશે. પરંતુ ફોટો અને વીડિયોનો ડેટા માત્ર DCIM ફોલ્ડરમાં સેવ થાય છે.

DCIM ફોલ્ડર એ શું છે?

આ એક પ્રકારનું ડીફોલ્ટ ડીરેક્ટરી છે જે એક પ્રકારના સ્ટાન્ડર્ડ રૂલ્સને ફોલોવ કરે છે અને લગભગ બધા જ સ્માર્ટ ફોન કેમેરા આ સ્ટાન્ડર્ડ રૂલ્સને ફોલોવ કરે છે કે કોઈ પણ ફોટો, વિડીયો સ્માર્ટ ફોનનો હોય તો તે બધો ડેટા SD કાર્ડમાં DCIM નામના ફોલ્ડરમાં જ સેવ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post મોબાઈલના DCIM ફોલ્ડરનું શું છે રહસ્ય? કેમ ડીલીટ કર્યા પછી પણ આવે છે આ ફોલ્ડર appeared first on Sandesh.



from Technology – Sandesh http://sandesh.com/why-does-every-smartphones-camera-put-photos-in-a-dcim-folder/
via Best Gujarati News

0 Comments