વિશ્વના સૌથી જોખમી લેપટોપનું વેચાણ 13 મિલિયન ડોલર (લગભગ 9 કરોડ રૂપિયા) માં થયું છે. આ લેપટોપ ઓનલાઇન હરાજીમાં વેચાયું છે. આ સેમસંગ લેપટોપમાં વિશ્વના 6 સૌથી જોખમી વાયરસ છે. સેમસંગ એનસી 10 લેપટોપમાં હાજર 6 સૌથી જોખમી વાયરસને કારણે વિશ્વભરમાં 95 અબજ ડોલર ગુમાવ્યા છે. લેપટોપને ઇન્ટરનેટથી અલગ અને એર-ગેપ કરીને રાખવામાં આવ્યો છે. ઉપરાંત, આ લેપટોપમાં આપેલ પોર્ટને સુરક્ષિત રાખવા માટે અક્ષમ કરવામાં આવ્યું છે. આ Windows XP લેપટોપ એક આર્ટવર્ક તરીકે વેચવામાં આવ્યું છે. તેનું નામ The Persistence of Chaos રાખવામાં આવ્યું છે.

આ લેપટોપમાં છે ખતરનાક વાઇરસ:
ઇન્ટરનેટ કલાકાર ગુઓ ઓ’ડોંગે સાયબર સુરક્ષા કંપની ડીપ ઇન્સ્ટિંક્ટ સાથે મળીને આને તૈયાર કર્યું છે. આ લેપટોપ માટે ડીપ ઇન્સ્ટિંક્ટ દ્વારા જોખમી વાયરસ આપવામાં આવ્યો છે. આ લેપટોપમાં વેના ક્રાય રેન્સસ્મોવેર જેવા જોખમી વાયરસ શામેલ છે. મે 2017 માં આ વાયરસે હુમલો કર્યો હતો. આ વાયરસના હુમલાથી 150 દેશોમાં 200,000 થી વધુ કમ્પ્યુટર્સ પ્રભાવિત થયા હતા. આ વાયરસે બ્રિટનની રાષ્ટ્રીય આરોગ્ય સેવાને અવરોધિત કરી અને ફ્રાન્સમાં રેનોની ફેક્ટરીમાં કામ અટકાવ્યું હતુ. વાન્ના ક્રાઇ વાયરસમાં આશરે $ 4 બિલિયનનું નુકસાન થયું હતું. લેપટોપમાં બીજો ખતરનાક વાયરસ બ્લેકએનેરી છે, જેણે યુક્રેન અને આસપાસના વિસ્તારોમાં પાવર ગ્રીડ બંધ કર્યું હતુ.

આ લેપટોપના વાયરસ નુકસાન કરશે નહીં:
ગુઓ અને સાયબર સુરક્ષા કંપની ડીપ Instinktએ કહ્યું છે કે આ વાયરસથી કોઇપણ રીતનું જોખમ ટાળવા પર્યાપ્ત અને અસરકારક પગલાં લેવામાં આવ્યા છે. આ લેપટોપ એર-ગેપ્સ છે. એટલે કે, તે સીધુ જ ઇન્ટરનેટથી કનેક્ટ થયેલું નથી, જેથી વાયરસ બીજા નેટવર્કમાં ફેલાય નહીં. ઉપરાંત, લેપટોપ ખરીદનારને આપતા પહેલાં તેની ઇન્ટરનેટ ક્ષમતા અક્ષમ કરવામાં આવશે. એટલે કે, આ લેપટોપ પર ઇન્ટરનેટ ચલાવી શકાશે નહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post રૂપિયા 9 કરોડમાં વેચાયું દુનિયાનું સૌથી ખતરનાક લેપટોપ, જાણો કેમ appeared first on Sandesh.



from Technology – Sandesh http://sandesh.com/worlds-most-dangerous-laptop-sold-for-roughly-9-crore-rupees/
via Best Gujarati News

0 Comments