ભારત સ્માર્ટફોનનું એક મોટું બજાર છે અને તે વાત ઓપ્પોએ સારી રીતે ધ્યાનમાં રાખી છે. કારણ કે તે ગ્રાહકોને તેમના પ્રીમિયમ સ્માર્ટફોન દ્વારા ક્રેઝી બનાવે છે. સતત શ્રેષ્ઠ ફીચર્સ સાથે ફોન લાવીને OPPOએ ટૂંક સમયમાં ભારતીય વપરાશકર્તાઓના હૃદયમાં સ્થાન બનાવી લીધું છે. તાજેતરમાં OPPOએ યુરોપ અને ચીનમાં OPPO Reno 10x Zoom સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. ત્યાં ફોનને સારો પ્રતિસાદ મળ્યો હતો. હવે OPPO Reno 10x Zoom ભારતમાં લોન્ચ થઇ ગયો છે.

OPPO Reno 10x Zoomના જોરદાર ફીચર્સ:
OPPO Reno 10x Zoomમાં હાઇબ્રિડ ઝૂમમાં આપેલા ટ્રીપલ-કેમેરાથી તમે લાંબા અંતરે ઉચ્ચ ગુણવત્તાવાળી ફોટો લઇ શકો છો. તેમાં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS) સુવિધા પણ છે. જે તમને રાત્રે ઉચ્ચ ગુણવત્તાવાળી 10x ઝૂમ ફોટા લેવાની સુવિધા આપે છે. આ ફોનમાં 6 જનરેશનનો કોર્નિંગ ગોરિલા ગ્લાસથી બનેલી 6.6-ઇંચની AMOLED સ્ક્રીન છે, જે FHD + રિઝોલ્યુશનમાં ફુલ સ્ક્રીન ડિસ્પ્લે આપે છે. રેનો 10 એક્સ હાઇબ્રિડ ઝૂમમાં રિચ કલર અને સ્ક્રીન પાવર જેવી સુવિધાઓ મળે છે.

OPPO Reno 10x માં હિડન ફિંગરપ્રિન્ટ અનલોક 2.0 ઓએનડી સેલ્ફ લાઇટિંગ ફિચર દ્વારા સેન્સર પણ ફિંગરપ્રિન્ટ ઇમેજ મોકલે છે. જે હાઇસ્ક્રીન ટૂ- બોડી રેશિયોના ફિંગરપ્રિન્ટને ઓળખે છે. આ મોડલને એક અત્યંત આકર્ષક બોડીમાં બનાવવામાં આવ્યો છે. જેના ફ્રન્ટ અથવા રિયરમાં ઓપનિંગ આપવામાં આવી નથી. અલ્ટ્રા નાઇટ મોડ 2.0 સાથે, ઓપ્પો 10 x ઝૂમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ), એચડીઆર અને હેન્ડ સ્ટેબિલાઇઝેશન માટે મલ્ટી-ફ્રેમ નોઇઝ રિડક્શન આપે છે. જ્યારે તમે રાત્રી પોટ્રેટ લો છો, ત્યારે ફોન ઓટોમેટિક બેકગ્રાઉન્ડમાં હ્યુમન ફેસ પર ફોકસ કરીને આકર્ષક ફોટો પાડે છે.

OPPO Reno 10x Zoom 60 ફ્રેમ પ્રતિ સેંકન્ડ પર 4K વીડિયો શૂટિંગ સપોર્ટ કરે છે. સાથે જ તેનો ઓડિયો ફોક્સ ટેકનીક ચારેય બાજુના અવાજને રેકોર્ડ કરવા માટે ફોનમાં આપેલા મલ્ટીપલ માઇક્રેફોન્સનો ઉપયોગ કરે છે. અને સાઉન્ડ રેકોર્ડ કરવા માટે સક્ષમ બનાવતા તમને પ્રોફેશનલ મૂવી ક્વોલિટી આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post સ્માર્ટફોનના ચાહકોને ક્રેઝી બનાવશે આ ફોનના જોરદાર ફીચર્સ appeared first on Sandesh.



from Technology – Sandesh http://sandesh.com/oppo-reno-10x-zoom-launch-with-shark-finn-front-camera/
via Best Gujarati News

0 Comments