કોમ્પ્યુટર, લેપટોપ અને સ્માર્ટફોન નિર્માતા કંપની ASUSએ બે સ્ક્રીન ધરાવતું લેપટોપ ASUS ZenBook Pro Duo (UX581) લોન્ચ કર્યું છે. તેમાં એક નવી સ્ક્રીન સ્ક્રીનપેડ પ્લસ છે. સ્ક્રીનપેડ પ્લસ એ 14 ઇંચનું માધ્યમિક ટચ સ્ક્રીન છે જે ASUS સ્ક્રીનપેડ કરતાં વધુ સારી સુવિધાઓ સાથે ઉમેરવામાં આવ્યું છે. સ્ક્રીનપેડ પ્લસ પ્રાથમિક પ્રદર્શન સાથે સંકલિત છે. સ્ક્રીનપેડ પ્લસમાં બિલ્ટ-ઇન સ્ક્રીન એક્સ્પેક્ટ સોફ્ટવેર છે. જેમાં ઘણી એપ્લિકેશનો, સાધનો અને ઉપયોગિતાઓ છે. જે વપરાશકર્તાઓને ઝડપથી એક્સેસ કરવામાં સહાય કરશે.

તાઇવાનની ટેક્નોલોજી કંપની ASUSએ વિશ્વનું પ્રથમ બે-સ્ક્રીનનું લેપટોપ લોન્ચ કર્યું છે. કંપનીએ કોમ્પ્યુટેક્ટ 2019 કોન્ફ્રરન્સમાં અનેક ઉત્પાદનો રજૂ કર્યા છે, જેમાં બે સ્ક્રીન ધરાવતું લેપટોપ ASUS ZenBook Pro Duo ખૂબ ફેમસ થયું છે.

આ લેપટોપમાં 15.6-ઇંચ 4K UHD OLED HDR ટચ સ્ક્રીન ડિસ્પ્લે છે. કે જેનાથી યૂઝર્સ કોઇપણ વિન્ડોને બીજી સ્ક્રીનમાં ડ્રેગ કરી શકે છે. મેન સ્ક્રીનમાં ASUSએનેનો એઝ ડિઝાઇનનો ઉપયોગ કર્યો છે., એટલે કે આ ડિસ્પ્લેમાં ચાર અને ખૂબ પાતળી બેઝલ્સ આપવામાં આવી છે.

આ ઉપરાંત, લેપટોપમાં નંબર પેડ ડાયલ ફંક્શન પણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત લેપટોપ કીબોર્ડમાં પામ રેસ્ટ પણ આપ્યું છે, જેનાથી ટાઇપ કરવાનું સરળ બને છે. આ ડ્યુઅલ-સ્ક્રીનવાળા લેપટોપનું વજન 2.5 કિલોગ્રામનું છે. આ લેપટોપમાં 9 મી જનરેશન ઇન્ટેલ કોર i7 (9750H) અથવા i9 (9980HK) પ્રોસેસર છે. લેપટોપમાં 32GB DDR4 રેમ આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post વિશ્વનું પ્રથમ બે સ્ક્રિન ધરાવતું લેપટોપ લોન્ચ, તેની ખાસિયતો જાણી લાગશે નવાઇ appeared first on Sandesh.



from Technology – Sandesh http://sandesh.com/asus-zenbook-pro-duo-launched-with-two-screens-know-features/
via Best Gujarati News

0 Comments