ગયા મહિને આવેલ એક મીડિયા રિપોર્ટથી ખબર પડી હતી કે ફેસબુક પોતાની ક્રિપ્ટોકરન્સી લોન્ચ કરવા વિશે વિચારી રહ્યું છે. તેની આગામી વર્ષ સુધીમાં આવવાની આશા છે. અને તેનું નામ ગ્લોબલકોઇન હોઇ શકે છે. શરૂઆતમાં આ કરન્સીને વિશ્વમાં માત્ર 12 દેશોમાં લોન્ચ કરવાની યોજના છે. માહિતી છે કે ફેસબુક આ વર્ષના અંત સુધી આ કરન્સીની ટેસ્ટિંગ શરૂ કરી દેશે.

આવો જાણીએ ફેસબુકની આ નવી ડિઝિટલ પેમેન્ટ સિસ્ટમ વિશે:

# રિપોર્ટ પ્રમાણે ફેસબુકના ગ્લોબલકોઇન બીજા ડિઝિટલ પેમેન્ટ સિસ્ટમથી જુદા હશે. કારણ કે આમા ગ્રાહક કરેન્સીનો ઉપયોગ વગર બેંક એકાઉન્ટે પણ કરી શકે છે.

# આ કરન્સી ફેસબુક યૂઝર્સને પોતાના રૂપિયાને ડોલર અથવા બીજી આંતરરાષ્ટ્રીય મુદ્રાઓથી ડાયરેક્ટ ડિઝિટલ કરન્સીમાં બદલવાની તક આપશે.

# ત્યારબાદ ગ્લોબલકોઇનનો ઉપયોગ ઇન્ટરનેટ પર વસ્તુઓ ખરીદવા અને બીજી સંસ્થાઓથી શોપિંગ કરવા માટે કરી શકાશે. આ કરન્સી બીજા યૂઝર્સને ટ્રાન્સફર પર કરી શકાશે.

# ગ્લોબલકોઇનના આવ્યા બાદ ફેસબુક પોતાના યૂઝર્સને એડ જોવા માટે અને ઓનલાઇન શોપિંગના કંટેટ પર રિવ્યૂ વગેરે આપવા પર કેટલીક રકમ આપી શકે છે. આ તેવી જ સ્કિમ હશે જેવી કે છુટક વિક્રેતા માત્ર પોતાના ગ્રાહકોને આપે છે. જેથી તેઓ તેની પાસેથી જ સામાન ખરીદતા રહે.

# ફેસબુક આ સાથે જ કેટલાક ઓનલાઇન વેપારીઓની સાથે પણ વાતચીત કરી રહ્યું છે. જેથી તે ફેસબુકની ડિઝિટલ કરન્સીમાં પેમેન્ટ લેવા તૈયાર થઇ જાય અને આ કરન્સી પર ઓછી ટ્રાન્જેક્શન ફી લગાવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ફેસબુક લાવી રહી છે ક્રિપ્ટોકરન્સી, દુનિયામાં કોઇપણ જગ્યાએ ખરીદી બનશે સરળ appeared first on Sandesh.



from Technology – Sandesh http://sandesh.com/facebook-to-launch-cryptocurrency-globalcoin/
via Best Gujarati News

0 Comments