કેમ વિમાન ટેકઓફ-લેન્ડિંગ સમયે યાત્રીઓને મોબાઇલ એરોપ્લેન મોડમાં રાખવાનું કહેવાય છે ?
મિત્રો આપણે જ્યારે પણ વિમાનમાં મુસાફરી કરીએ ત્યારે ટેકઓફ અને લેન્ડિંગ સમયે મોબાઈલને એરોપ્લેન મોડ પર કરવાનું કહે છે. પરંતુ આજથી ઘણા વર્ષો પહેલા વિમાન ટેકઓફ અને લેન્ડિંગ સમયમા યાત્રીઓના મોબાઈલ બંધ કરવાની સુચના આપવામાં આવતી હતી. પણ જ્યારથી મોબાઈલમાં એરોપ્લેનમોડ ફંક્શન આવી ગયુ છે ત્યારથી યાત્રીઓને ફક્ત ફ્લાઈટમોડ ઓન કરવાની સુચના આપવામાં આવે છે.
તમને વિચાર આવતો હશે કે વિમાનના ટેકઓફ અને લેન્ડિંગ સમયે કેમ મોબાઈલ બંધ કરવાની સુચના આપવામાં આવે છે? તો આવો જાણીએ તેની પાછળનું કારણ…
આપણે જ્યારે મોબાઈલમાં એરોપ્લેન મોડ ઓન કરીએ છીએ ત્યારે આપણા મોબાઈલનું કોમ્યુનિકેશન સિસ્ટમ જેમ કે બ્લુટુથ, વાઈ-ફાઈ અને સિમ કામ કરવાનું બંધ કરી દે છે. એરોપ્લેન મોડ જેને આપણે ફ્લાઈટમોડ પણ કહીએ છીએ. તેને ફક્ત વિમાન મુસાફરી માટે જ બનાવવામાં આવ્યું છે.
વિમાનના ટેકઓફ અને લેન્ડિંગ સમયે એરપ્લેનમાં રાખવાનું એટલા માટે કહેવામાં આવે છે કારણ કે મોબાઈલ વિમાનના કામકાજ અને સિસ્ટમને બાધારૂપ ન બને.
તમને જાણ હશે કે વિમાન મુસાફરી દરમિયાન ક્યાંકને ક્યાંક એર ટ્રાફિક કંટ્રોલ ટાવર સાથે જોડાયેલું રહે છે. તો જ્યારે પણ વિમાન ટેકઓફ અને લેન્ડિંગ થાય છે તે દરમિયાન એર ટ્રાફિક ટાવર અને વિમાન વચ્ચે એક સેકન્ડનું પણ મિસ કોમ્યુનિકેશન થવાના કારણે મોટી ઘટના સર્જાઈ શકે છે. કારણ કે આ બન્ને કામ ખુબ મુશ્કેલી ભર્યા હોય છે.
તો આ જ કારણ છે કે વિમાનના ટેક ઓફ અને લેન્ડિંગ સમયે મુસાફરોને મોબાઈલ એરપ્લેન મોડમાં મુકવાની સુચના આપતી હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post કેમ વિમાન ટેકઓફ-લેન્ડિંગ સમયે યાત્રીઓને મોબાઇલ એરોપ્લેન મોડમાં રાખવાનું કહેવાય છે ? appeared first on Sandesh.
from Technology – Sandesh http://sandesh.com/heres-why-you-have-to-switch-your-phone-to-airplane-mode-on-a-flight/
via Best Gujarati News
0 Comments