મોદીના શપથ ગ્રહણમાં ઇમરાન ખાનને આમંત્રણ ના મળતા પાકિસ્તાન ગિન્નાયું?
લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત પ્રાપ્ત કર્યા બાદ નરેન્દ્ર મોદી ફરી એકવખત વડાપ્રધાન પદના શપથ લેવાના છે. જો કે આ વખતે નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારંભમાં પાડોશી દેશ પાકિસ્તાનને આમંત્રણ આપવામાં આવ્યું નથી. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને આમંત્રણ ના મળતા પાકિસ્તાને પ્રતિક્રિયા આપી છે.
પાકિસ્તાને પોતાની શર્મિંદગી છુપાવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્થાનિક રાજકારણે તેમને પાકિસ્તાની સમકક્ષને બોલાવાની મંજૂરી આપી નથી. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશી એ એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે તેમનું આખું ચૂંટણી કેમ્પેઇન જ પાકિસ્તાન વિરોધ પર આધારિત હતું. એવી આશા વ્યક્ત કરવી બેવકૂફી હશે કે તેઓ ઝડપથી પોતાના પાક વિરોધી રાગથી છુટકારો મેળવી શકે છે.
કુરૈશીએ કહ્યું કે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇમરાન ખાનને સામાન્ય ચૂંટણીમાં જીત્યા બાદ શુભેચ્છા પાઠવી હતી અને એક પત્ર પણ લખ્યો હતો. તેમણે કહ્યું કે બંને દેશોના સંબંધો લેવડ-દેવડ પર આધારિત છે અને પીએમ ઇમરાન ખાને મોદીને સદ્ભાવના તરીકે મોદીને જીતની શુભેચ્છા પાઠવી હતી. તેમણે ફરી કાશ્મીર રાગ આલાપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ વખતે શપથ ગ્રહણ સમારંભમાં બિમ્સટેક દેશો બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, થાઇલેન્ડ, નેપાળ અને ભૂટાનને આમંત્રણ પાઠવ્યા છે. પીએમ મોદીના 2014ના શપથ ગ્રહણ સમારંભમાં સાર્ક દેશો પાકિસ્તાન, અફઘાનિસ્તાન, અને માલદીવ્સને બોલાવામાં આવ્યા હતા. ગયા વખતે શપથ ગ્રહણ સમારંભમાં પાકિસ્તાનના પીએમ નવાઝ શરીફને આમંત્રણ આપ્યું હતું જેથી કરીને પાડોશી દેશ સાથે સંબંધ સુધારી શકાય. જો કે ગયા ફેબ્રુઆરી મહિનામાં પુલવામા આતંકી હુમલા બાદ બંને દેશોની વચ્ચેના સંબંધોમાં તણાવ આવી ગયો છે.
આ Video પણ જુઓ : મહેસાણામાં સહકારી આગેવાન નટુ પટેલ સામે વસુલાતનો મામલો
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post મોદીના શપથ ગ્રહણમાં ઇમરાન ખાનને આમંત્રણ ના મળતા પાકિસ્તાન ગિન્નાયું? appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/indias-internal-politics-doesnt-permit-pakistan-left-of-modis-swearing-ceremony/
via Best Gujarati News
0 Comments