આ રાજ્યનાં મુખ્યમંત્રીએ મમતા બેનર્જીને ગણાવ્યા ISISના ‘બગદીદી’
પશ્ચિમ બંગાળમાં બીજેપી અધ્યક્ષ અમિત શાહના રોડ શોમાં હિંસા અને બબાલ બાદ આરોપ-પ્રત્યારોપ થઇ રહ્યા છે. આ દરમિયાન બંગાળમાં રેલી કરવા પહોંચેલા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સીએમ મમતા બેનરજી પર વિવાદાસ્પદ નિવેદન આપતા તેમની તુલના આઇએસઆઇએસ પ્રમુખ બગદાદી સાથે કરી દીધી છે. યોગી આદિત્યનાથે પોતાના આધિકારીક ટ્વીટર હેન્ડલથી ટ્વીટ કરતા લખ્યું કે, બગદાદીથી પ્રબાવિત થઇ ‘બગદીદી’ બનાવાનું પોતાનું સપનું ભારતના સાચા સપૂત તમારા વિરૂદ્ધ વોટ આપીને તોડી નાંખશે.
યોગી આદિત્યનાથે કહ્યું,’બીજેપીથી ભયભીત મમતા બંગાળમાં સભાઓના મંચ તોડીને, મજૂરોને મારીને, રેલીઓ રદ કરાવીને બંગાળને શું બનાવવા માંગો છો? યાદ રાખો, બંગાળ ભારતનું અભિન્ન અંગ છે. બગદાદીથી પ્રભાવિત થઇ બગદીદી બનવાનું તમારૂ સપનું ભારતમાતાના સાચા સપૂત વોટનાં ડંકા પર તોડી નાંખશે. જય હિંદ, જય ભારત.’
‘બંગાળમાં કાશ્મીરથી બદતર સ્થિતિ’
આ પહેલા પીએમ મોદીએ કહ્યું હતું કે, કાશ્મીર હિંસા અને આતંકવાદ માટે જાણીતું છે. કાશ્મીરમાં પંચાયતની ચૂંટણી થઇ. એક પણ પોલિંગ બુથ પર હિંસાની એક પણ ઘટના બની નથી. એ સમયે પશ્ચિમ બંગાળમાં પંચાયતની ચૂંટણી થઇ. સેંકડો લોકો મર્યા, જે જીતીને આવ્યા તેમના ઘર સળગાવી દીધા. જે જીતીને આવ્યા તેમને ઝારખંડ અને પાડોશી રાજ્યોમાં મોં છુપાવીને રહેવું પડ્યું. તેમનો ગુનો હતો કે તેઓ જીતીને આવ્યા. એ સમયે લોકતંત્રની વાત કરનાર અને પોતાને ન્યુટ્રલ કહેનાર ચુપ રહ્યા. તેનાથી તેમને બળ મળતું ગયું.
‘બંગાળની જનતાથી ડરી ગયા છે મમતા’
ખાનગી ચેનલ સાથે વાતચીતમાં પીએમ મોદીએ કહ્યું કે મમતા બેનર્જીને ભાજપ, લેફ્ટ કે કોંગ્રેસનો ડર નથી, પરંતુ તેમને બંગાળની પ્રજાથી ડર લાગી રહ્યો છે. તેમણે કહ્યું કે ચૂંટણી પહેલાં ભાજપ નેતાઓની રેલીઓ રદ્દ કરાઇ. એક રાજ્યના મુખ્યમંત્રીના હેલિકોપ્ટર ઉતારવા ના દીધું. વડાપ્રધાનની સભા રદ્દ કરાઇ, રાત્રે 9 વાગ્યે મંજૂરી મળી. અમિત શાહની સભા રદ્દ કરી દેવાઇ. આ સંપૂર્ણપણે અલોકતાંત્રિક છે. તેમણે ભાજપ, લેફ્ટ કે કોંગ્રેસનો ભય નથી. તેમને ભય બંગાળની પ્રજાનો છે. તેમને ભય છે કે બંગાળની પ્રજાની જનતા જો ઉભી થઇ ગઇ તો તેમનું (મમતા) ભવિષ્ય અદ્ધર થઇ જશે.
‘પોતાને તટસ્થ કહેનારાઓનું મૌન ચિંતાજનક’
વડાપ્રધાને કહ્યું કે બંગાળની ઘટનાઓ પર પોતાને તટસ્થ કહેનારાઓની ચુપકીદી ચિંતાની વાત છે. તેમણે કહ્યું કે દેશમાં જે લોકો લોકતંત્રમાં વિશ્વાસ કરે છે અને જે ન્યુટ્રલ છે તેમનું મૌન ચિંતાજનક છે. કારણ કે માત્ર મોદીના પ્રત્યે નફરતના લીધે બાકી બધી વસ્તુઓ માફ કરી દેવાની જે પદ્ધતિ બની ગઇ છે, તેણે દેશને ખૂબ નુકસાન કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post આ રાજ્યનાં મુખ્યમંત્રીએ મમતા બેનર્જીને ગણાવ્યા ISISના ‘બગદીદી’ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/yogi-adityanath-tweeted-mamta-benarji-is-isis-badidi/
via Best Gujarati News

0 Comments