। નવી દિલ્હી ।

ભારતીય હવામાન વિભાગે આ વખતનું ચોમાસું પાંચ દિવસ મોડું આવવાની અને કેરળના દરિયા કિનારે ૬ જૂનના રોજ ટકરાવવાની આગાહી કરી છે.  વિભાગે જણાવ્યું કે ૧૪ વર્ષોમાં ચોમાસુ  પહોંચવાની તેની ભવિષ્યવાણી ૧૩ વાર સાચી નીકળી છે ફક્ત એક  વાર ૨૦૧૫ માં તેની આગાહી ખોટી ઠરી હતી.સામાન્ય સંજોગોમા ચોમાસું ૩૧ મે તથા ૧ જૂનના દિવસે કેરળ પહોંચી જતું હોય છે. હવામાન વિભાગે જણાવ્યું કે આંદામાન, સમુદ્ર, નિકોબાર દ્વીપ અને પૂર્વી દક્ષિણ બંગાળમાં ચોમાસં ૧૮-૧૯ મેનાં રોજ પહોંચશે. ત્યાર બાદ ચોમાસું કેરળ પહોંચવાની સંભાવના છે. આ પહેલાં ૨૦૧૪માં ચોમાસં ૫ જૂનના રોજ, ૨૦૧૫માં ૬ જૂનના દિવસે તથા ૨૦૧૬માં ૮ જૂનના દિવસે આવ્યું હતું. ૨૦૧૮માં કેરળનું ચોમાસં ૨૯ મેના દિવસે શરૂ થઈ ગયું હતું. ગત વર્ષે સામાન્ય વરસાદ થયો હતો. દેશમાં કેરળ કાંઠે ૬ જૂને ચોમાસાનું સત્તાવાર આગમન થશે. જેમાં એક – બે દિવસનો ફેરફાર થઈ શકે છે.

૨૦૧૯નું ચોમાસું સામાન્ય કરતા નબળું : સ્કાયમેટ

સ્કાયમેટનાં સીઈઓ જતિનસિંહે કહ્યું હતું કે આ વર્ષે દેશનાં તમામ ચાર ક્ષેત્રોમાં સામાન્યથી ઓછો વરસાદ પડશે. પૂર્વ અને પૂર્વોત્તર તેમજ મધ્ય ભારતમાં ઉત્તર- પશ્ચિમ ભારત અને દક્ષિણ પ્રાયદ્વીપની સરખામણીમાં ઓછો વરસાદ પડવાની શક્યતા છે. આ વખતે ચોમાસું ૨૨મી મેનાં રોજ આંદામાન નિકોબારથી શરૂ થશે અને ૬ જૂને કેરળનાં દરિયાકાંઠે દસ્તક દેશે. ગયા મહિને પણ સ્કાયમેટ દ્વારા સામાન્યથી ઓછા વરસાદની આગાહી કરાઈ હતી. આ અગાઉ ૨૦૧૮નું ચોમાસું ખરાબ રહ્યું હતું. તે વખતે ૧૨ ક્ષેત્રોમાં ઓછો વરસાદ પડયો હતો જેને કારણે ક્યાંક દુકાળની અસર જોવા મળી હતી. જે રીતે પેસિફિક મહાસાગરના પાણીની સપાટી ગરમ થઈ રહી છે તેને ધ્યાનમાં લેતા અલ નિનોની સંભવિત અસરને કારણે વરસાદ સામાન્યથી ઓછો રહેવાની ૫૫ ટકા શક્યતા છે. પૂર્વ ભારત અને ઉત્તર- પૂર્વ ભારતમાં વરસાદ સામાન્ય કરતા સરેરાશ ૯૨ ટકા પડશે. આને પરિણામે બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં વરસાદ ઓછો પડવાની શક્યતા છે.

૨૦૧૮માં ૯૧ ટકા વરસાદ થયો હતો

૨૦૧૮માં દેશમાં સરેરાશ ૯૧ ટકા વરસાદ થયો હતો.આ વર્ષે સ્કાયમેટે ૧૦૦ ટકા અને હવામાન વિભાગે ૯૭ ટકા વરસાદનું અનુમાન કર્યું હતું. જો કે ઉત્તર પૂર્વના રાજ્યોમાં વરસાદનું પ્રમાણ સરેરાશ રહેશે. જો કે દેશમાં આ વર્ષે વરસાદ સામાન્ય કરતા ઓછો પડશે અને લાંબાગાળાની ૯૩ ટકા જેટલો રહેશે તેવો સ્કાયમેટનો વરતારો છે જે લોકોને પરેશાન કરનારો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ચોમાસાના મંડાણ ૬ જૂનથી કેરળના દરિયા કિનારે થશે : IMDની આગાહી appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/monsoon-slightly-late-may-hit-kerala-june-6-says-imd/
via Best Gujarati News

0 Comments